ક્રિકેટ/ T-20 ક્રિકેટમાં અકલ્પીય ચમત્કાર,છ બોલમાં છ વિકેટ પડી,જાણો વિગત

કેટલીકવાર ક્રિકેટના મેદાન પર એવા ચમત્કારો જોવા મળે છે જે માત્ર ચાહકોને જ નહીં પરંતુ ક્રિકેટ જગતને આશ્ચર્યમાં મૂકી દે છે.

Top Stories Sports
7 19 T-20 ક્રિકેટમાં અકલ્પીય ચમત્કાર,છ બોલમાં છ વિકેટ પડી,જાણો વિગત

કેટલીકવાર ક્રિકેટના મેદાન પર એવા ચમત્કારો જોવા મળે છે જે માત્ર ચાહકોને જ નહીં પરંતુ ક્રિકેટ જગતને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી જ એક ઘટના T20 ક્રિકેટમાં જોવા મળી છે, જ્યારે 6 બોલમાં 6 વિકેટ પડી હતી. વાસ્તવમાં, નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશિપમાં મલેશિયા ક્લબ XI અને પુશ સ્પોર્ટ્સ દિલ્હી વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આ અનોખું પરાક્રમ થયું. 11 એપ્રિલે રમાયેલી આ મેચમાં મલેશિયાના બોલર વિરનદીપ સિંહે પુશ સ્પોર્ટ્સ દિલ્હીની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી અને એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. આ છેલ્લી ઓવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ આની ચર્ચા છે.

 

 

20મી ઓવરના પહેલા બોલ પર દિલ્હીનો બેટ્સમેન મૃગાંક પાઠક આઉટ થયો હતો, ત્યારબાદ બીજા બોલ પર ઈશાન પાંડે રનઆઉટ થયો હતો. આ રીતે, સ્પોર્ટ્સ ટીમની 2 બોલમાં 2 વિકેટ પડી ગઈ હતી, ત્યારબાદ ત્રીજા બોલ પર અનિન્દો નહરાઈ બોલ્ડ આઉટ થયો હતો. બેટ્સમેન વિશેષ સરોહાની વિકેટ ચોથા બોલ પર પડી, જે બોલ્ડ થયો હતો. હવે પાંચમા બોલ પર બેટ્સમેન જતિન સિંઘલ કેચ આઉટ થયો હતો, જેનો કેચ બોલર વીરનદીપે પોતે પકડ્યો હતો, ત્યારપછી વિરનદીપે છેલ્લા બોલ પર ટચ બોલ કર્યો હતો અને સતત 4 બોલમાં 5 વિકેટ ઝડપી હતી અને ખળભળાટ મચાવ્યો હતો.