anti corruption bureau/ એસીબીમાં ફરિયાદ કરવી છે પણ હેરાનગતિની બીક છે તો પહેલા આ વાંચી લો……..

જેમાં સરકારી કર્મીઓ, અધિકારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જે તે સરકારી વિભાગ કે અધિકારીઓ દ્વારા જુદા જુદા કારણોસર હેરાન કરવામાં આવતા હોવાની અનેક વખત રજૂઆતો ACBને કરવામાં આવતી હતી….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 26T125501.746 એસીબીમાં ફરિયાદ કરવી છે પણ હેરાનગતિની બીક છે તો પહેલા આ વાંચી લો........

Gujarat News: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ CARE પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં સરકારી કર્મીઓ, અધિકારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જે તે સરકારી વિભાગ કે અધિકારીઓ દ્વારા જુદા જુદા કારણોસર હેરાન કરવામાં આવતા હોવાની અનેક વખત રજૂઆતો ACBને કરવામાં આવતી હતી. કેર પ્રોજેક્ટને અમલી કરી અધિકારીઓ ACBમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીને મળીને તેને પડતી મુશ્કેલીઓ (Problems) અંગે માહિતી મેળવશે અને નિરાકરણ (Solution)લાવશે.

ACB tightens its No-ghoos noose around Guj govt's Class 1, 2 officers

ACB (Anti Corruption Bureau)ના ઉચ્ચ અધિકારીને અગણિત વખત ફરિયાદો મળ્યા કરતી હતી. લાંચના કેસમાં ફરિયાદીએ જ એસીબીની ફરિયાદ કરી હોય. તેમજ હેરાનગતિ પણ થતી હોય. જેથી આ મુદ્દાને ધ્યાનમાં લેતાં ACBના વડા ડૉ. શમશેરસિંઘ દ્વારા કેર પ્રોજેક્ટ શરૂ કરાયો છે. CARE (Caring of applicant & Responding Effectively) પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં ACBમાં નોંધાયેલા કેસમાં ACBના અધિકારીઓ જે તે કેસના ફરિયાદીને મળીને તેમને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવી નિરાકરણ પણ લાવશે.

તેમજ ફરિયાદીને સુરક્ષા (Safety)ની પૂરતી ખાતરી આપવામાં આવશે. લાંચની ફરિયાદ બાદ તેના સરકારી કામને અસર ન પહોંચે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને કોર્ટ કેસની પ્રક્રિયામાં.

કેટલાક કિસ્સાઓમાં ACB દ્વારા ફરિયાદીને ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ (Electronic Gazets) આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી કરીને કેસના લગતા મહત્વના પુરાવા પણ એકઠા કરી શકાય. 25 જાન્યુઆરીથી ફરિયાદીને કોઈ મુશ્કેલી તો નડી નથી રહી ને… તેની માહિતી માટે ACBના સ્ટેશનનું નામ, ફરિયાદીનું નામ, નંબર, આક્ષેપિતનું નામ, સરનામુ કચેરીની વિગતો સહિતની નોંધ કરવાની સૂચના ACB નિયામક દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.

CARE પ્રોજેક્ટ અંતર્ગત 4C પર કામ કરવામાં આવી રહ્યું છે. સાચવણી, કરૂણા, સહકાર, સહયોગ. આ 4 પાસાઓ પર એસીબી ધ્યાન કેન્દ્રિત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ

આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

 

 

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’