ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલા બે મહિના કરતા પણ વધુ સમયથી તેની માતા અને બહેનની લાશ સાથે રહેતી હતી. દેવકલી પોલીસ સ્ટેશન વિસ્તારની આદર્શ નગર કોલોનીમાં પડોશીઓએ તીવ્ર ગંધની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ગુરુવારે મકાનની તપાસ કરી હતી. પોલીસે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે દીપા તેની માતા પુષ્પા શ્રીવાસ્તવ અને બહેન વિભાના મૃતદેહ સાથે સૂતેલી જોઈ હતી.
મહિલાના પિતા હતા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
સર્કિલ ઓફિસર અરવિંદ ચૌરસિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે દીપાના પિતા અને પૂર્વ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિજેન્દ્ર શ્રીવાસ્તવનું 1990 માં અવસાન થયું હતું. તે ઘરે તેની માતા અને ત્રણ બહેનો સાથે રહેતી હતી, જેમાંથી એક રૂપાલી થોડા વર્ષો પછી મૃત્યુ પામી હતી.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પતિના અવસાન પછી પુષ્પા શ્રીવાસ્તવ અને તેની અન્ય બે પુત્રીઓ વિભા અને દીપા માનસિક બીમાર થઈ ગઈ હતી. તેણે પડોશીઓ સાથે વાત કરવાનું બંધ કરી દીધું. લગભગ બે મહિના પહેલા જ પુષ્પા અને વિભાનું મોત નીપજ્યું હતું અને દીપા તેમની લાશ સાથે જીવી રહી હતી.
પોલીસે કર્યો મોટો ખુલાસો
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “લાશ એટલી હદે સડતી હતી કે હાડકાં દેખાતા હતા, જે અનુમાન કરી રહ્યું છે કે આ બંનેનું મોત આશરે બે મહિના પહેલા થયું હશે, પરંતુ તપાસ બાદ જ ચોક્કસ સમય શોધી શકશે. ‘
મૃત્યુંના કારણો શોધવા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને દીપાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે અને ત્યારબાદ તેની સ્થિતિના આધારે તેને ક્યાં મૂકવામાં આવશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.