આમ આદમી પાર્ટી છોડવાની ઘોષણા કરી ચૂકેલા બળવાખોર ધારાસભ્ય અલકા લાંબાએ આજે 10 જનપથ ખાતે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તે કોંગ્રેસમાં જોડાવાની અટકળો તીવ્ર બની છે.
આપને જણાવી દઈએ કે અલકા લાંબાએ કોંગ્રેસ સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. જ્યારે તે કોંગ્રેસમાં હતા ત્યારે તે અનેક પ્રસંગોમાં રાહુલ ગાંધી માટે અવાજ ઉઠાવતા જોવા મળી હતી.
બાદમાં તે આમ આદમી પાર્ટીમાં જોડાઇ અને ચાંદની ચોકથી ધારાસભ્ય છે. તેણી સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ દ્વારા ઘણીવાર મુખ્યમંત્રી કેજરીવાલ અને તેમની સરકારની આલોચના કરી છે.
જ્યારે કેજરીવાલ સરકારની દરેક ટીકાના વિરોધમાં વિપક્ષોને સાથ આપનારી અલકા લાંબા અને કેજરીવાલ વચ્ચેના અંતરની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેણે ગૃહમાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો ખેંચવાની દિલ્હી સરકારની દરખાસ્ત સામે અવાજ ઉઠાવ્યો હતો.
ત્યારબાદથી તેઓ આપ ધારાસભ્યો પર નિશાન તાકી રહ્યા છે અને કેજરીવાલે તો તેમને ટ્વિટર પર પણ અનફોલો કાઈર દીધી છે, આ અંગે તેણે જાતે જ તેમના ટ્વિટર પર માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.