Not Set/ 2013 માં કોઈ PMને માનતા નહોતા, PM મોદીએ 5 વર્ષમાં દેશને બદલ્યો : અમિત શાહ

દિલ્હી, ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના એક કાર્યક્રમને બોલતા યુપીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2013 માં વડાપ્રધાનને વડાપ્રધાન તરીકે કોઈ માનતું ન હતું, પરંતુ છેલ્લા 5 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશને બદલી દીધો છે. અમિત શાહે કહ્યું, ‘મને 2013 નું દ્રશ્ય યાદ છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો, સરહદોની સુરક્ષા માટે કોઈ ઠેકાણું […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 2013 માં કોઈ PMને માનતા નહોતા, PM મોદીએ 5 વર્ષમાં દેશને બદલ્યો : અમિત શાહ

દિલ્હી,

ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના એક કાર્યક્રમને બોલતા યુપીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2013 માં વડાપ્રધાનને વડાપ્રધાન તરીકે કોઈ માનતું ન હતું, પરંતુ છેલ્લા 5 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશને બદલી દીધો છે.

અમિત શાહે કહ્યું, ‘મને 2013 નું દ્રશ્ય યાદ છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો, સરહદોની સુરક્ષા માટે કોઈ ઠેકાણું નહોતું, આંતરીક સુરક્ષા ભારે હતી, મહિલાઓની સુરક્ષા નહોતી, પછી કોઈ વડાપ્રધાનને વડાપ્રધાન માનવામાં આવતું નહોતું.’ લોકો વિચારતા હતા કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.

અમિત શાહે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીએ 50 મોટા નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું, અમે વોટબેંકને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ અમે દેશના લોકોના હિતમાં નિર્ણય લીધા છે. આપને જણાવી દઈએ કે આજે પીએમ મોદીનો 69 મો જન્મદિવસ છે.

અમિત શાહે પીએમ મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા  

આ પહેલા અમિત શાહે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા અને ટ્વિટ કર્યું હતું- ‘દેશના સૌથી પ્રખ્યાત નેતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી, જન્મદિવસની શુભેચ્છા, નિર્ણાયક નેતૃત્વ અને અથક મહેનતનું પ્રતીક. તમારા નેતૃત્વ હેઠળ ઉભરી રહેલા નવા ભારતને વિશ્વના એક મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્ર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે.’

અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, ‘દરેક ભારતીયના જીવનને સરળ બનાવવા માટે આપની મહેનત અને નિશ્ચય આપણા માટે પ્રેરણારૂપ છે. જાહેર પ્રતિનિધિ, કાર્યકર અને દેશવાસી તરીકે રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં તમારી સાથે ભાગીદાર બનવું એ એક લહાવો છે. હું ભગવાનને તમારી સ્વસ્થ જીવન અને દીર્ધાયુની કામના કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.