કહાવત છે ને કે કુતરાની પુછડી ગમે તેટલા વર્ષ જમીનમાં દાટી રાખો, જ્યારે કાઢો તે વાંકી જ હોય, સીધી થતી જ નથી. બસ બિલકુલ આ જ પ્રકારે પાકિસ્તાન પોતાની અવળચંડાઇથી કદી બર આવ્યું નથી. પાકિસ્તાને ફરી પોત પ્રકાસ્યું છે.
ભારતીય સેના જ્યારે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની જીતનાં 48માં વિજય દિવસ મનાવી રહી હતી ત્યારે પાકિસ્તાન ફરી અકળાયું હોય, તેવી રીતે તેણે ઉજવણીને ભંગ કરવા માટે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક ચાર અલગ અલગ સેક્ટરો પર ભારે ગોળીબાર અને ગોળાબારી શરુ કરી હતી. જો કે પાકિસ્તાનનાં હેવી આર્ટીલરી ફાયરીંગ અને સિઝફાયરનો જવાબ ભારતની સેના દ્વારા જડબાતોડ રીતે આપવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ રીતે પાકિસ્તાની ગોળીબારીમાં ભારતનાં બે જવાનો શહીદ થયા હતા.
આપને જણાવી દઇએ કે, જમ્મુ અને કાશ્મીરનાંં રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં કલાલ ખાતે એલઓસી પર નાના શસ્ત્રો અને મોર્ટાર સાથે ગોળીબાર કરીને પાકિસ્તાને બિનઆયોજિત યુદ્ધવિરામ ઉલ્લંઘન શરૂ કર્યું હતું. અને બાદમાં LoC પાસે આવેલા ચાર સેક્ટરમાં ગોળીબારી શરુ કરી હતી.
ભારતીય સૈન્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુંદરબની સેક્ટર (જેએન્ડકે) માં આજે લાલીલીમાં ભારતીય સેના દ્વારા એલઓસી પાસે શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. શંકાસ્પદ હિલચાલને ભારતીય સૈનિકો દ્વારા પડકારવામાં આવતા શરૂઆતમાં પાકિસ્તાન તરફથી આગ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી અને પછી પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ થતાં ભારે વિસ્ફોટ સાથે ગોળાબારી પણ શરુ કરી દેવામાં આવી હતી.
સેના દ્વારા પૂર્ણ સન્માન સાથે શહીદોના પાર્થિવ દેહને સેનાનાં બેઇઝ કેમ્પ પર લાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આ ના-પાક હરકતની સામે જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.