દેશભરમાં બળાત્કાર અને હત્યાઓની ઘટનાઓ ઓછી થતી નથી. એક બાજુ દુષ્કર્મના કેસો અંગે લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે તો બીજી બાજુ નરાધમો હજુ પણ કોઈ પણ જાતના ડર વગર મહિલાઓ પર જાતીય હુમલા કરી રહ્યા છે.
હૈદરાબાદ અને ઉન્નાવમાં યુવતીઓ પર રેપ કરીને જીવતી સળગાવી દીધાની આગ હજુ શાંત નથી પડી ત્યાં બિહારના મુઝફ્ફરપુરમાં ફરી એક વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવતીને બળાત્કારનો વિરોધ કરવાને કારણે તેને સળગાવી દેવામાં આવી હતી.
મુઝફ્ફરપુરમાં, 20 વર્ષની યુવતીના પાડોશીએ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાએ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ ગુસ્સે થયેલા આરોપીએ તેને જીવતી સળગાવી દીધી હતી. મહિલાને પટનાની એપોલો બર્ન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી, પરંતુ સોમવારે તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના ડોકટરોએ સોમવારે જણાવ્યું હતું કે તેની હાલત વધુ ખરાબ થઈ છે અને તેની હાલત નાજુક છે.
આરોપી પાડોશીએ યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, જેનો તેણે વિરોધ કર્યો હતો. ક્રોધિત પાડોશીએ તેને જીવતી સળગાવી દીધી હતી, યુવતી 95 ટકા બળી ગઈ હતી.7 ડિસેમ્બરની રાત્રે આહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ભયાનક ગુનો બન્યો હતો, યુવતીને ગંભીર હાલતમાં બીજા દિવસે સાંજે મુઝફ્ફરપુરની શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (એસકેએમસીએ) ખસેડવામાં આવી હતી.
પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધ્યો છે. આરોપી પાડોશીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના પિતાએ કહ્યું છે કે અમે સરકાર પાસેથી ન્યાય માંગીએ છીએ, પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.