દિલ્હી,
ચૂંટણી નજીક આવતા જ નેતાઓની બયાનબાજીની શરૂઆત પણ થઈ ગઈ છે. પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેનાર ઉત્તરપ્રદેશના બલિયાથી ધારાસભ્ય સુરેંદ્ર સિંહે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
સુરેન્દ્ર સિંહે કહ્યું કે માયાવતી પોતે જ રોજ ફેશિયલ કરાવે છે. તે શું અમારા નેતાઓને શોખીન કહી રહી છે.સુરેન્દ્ર સિંહ બોલ્યા કે માયાવતી ઉમર થઇ ગઈ છે તો પણ તે પોતાને જવાન રાખવા પ્રયત્ન કરી રહી છે.
ન્યુઝ એજન્સી દ્વારા જારી કરવામાં આવે એક વીડીયોમાં સુરેન્દ્ર સિંહ કહી રહ્યા છે કે, “… માયાવતી જી તો પોતે ફેશિયલ કરાવે છે, જે પોતે ફેશિયલ કરાવે છે તો તે અમારા નેતાઓને શોખ વિશે કઈ રીતે કહી શકે.જો તમે કપડા પહેરો છો તો કપડાં પહેરવા તે કોઈ શોખ નથી. ”
સુરેન્દ્ર સિંહે કહ્યું કે, ” શોખની વાત તો એ હોય છે કે વાળ સફેદ થયા હોય અને છતાં માયાવતી વાળને રંગીને પોતાને જવાન સાબિત કરી રહી છે. જે વ્યક્તિ 60 વર્ષની થઇ ગઈ હોય પરંતુ બધા વાળ કાળા કરાવવા તેને બનાવટી શોખ કહેવામાં આવે છે, માયાવતી ફેશનના શોખીન છે, ફેશિયલ કરાવે છે,વાળ કાળા કરાવે છે, અમારા મોદી જી તો ફક્ત સ્વચ્છ કપડાં પહેરે છે.
આપને જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના બાલિયા જિલ્લાના બારીયા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય છે, તેઓ તેમના નિવેદનોને લીધે સતત ચર્ચામાં છે. તેમની ટિપ્પણીઓ સતત વિવાદ ઊભો કરે છે. અગાઉ,જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો ગયા વર્ષે આવ્યા હતા, ત્યારે તેઓએ કહ્યું હતું કે દલિતોને આસમાને નહિ ચડાવવા જોઈએ.આ ઉપરાંત, સુરેન્દ્રસિંઘની ઉનાઓ બળાત્કારના કેસની ટિપ્પણીમાં ઘણી બધી હેડલાઇન્સમાં ચમક્યા હતા.
ઉલ્લેખનીય છે કે મંગળવારે, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર દ્વારા લક્ષ્ય બનાવ્યા હતા.માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે “સાદુ જીવન અને ઉચ્ચ વિચારથી વિપરીત શાહી અંદાજથી જીવવાવાળી આ વ્યક્તિએ અગાઉની લોકસભાની ચૂંટણી દરમિયાન મત માટે પોતાને ચાવાળા તરીકે ઓળખાવ્યા હતા અને તેઓ હવે આ ચૂંટણીમાં મતો માટે મોટી તાક ઝામ સાથે પોતાને ચોકીદાર તરીકે જાહેર કરી રહ્યા છે. શું દેશ ખરેખર બદલાઈ રહ્યો છે?’