દિલ્હી,
બોલિવૂડના અદાકારાઓ કોઇને કોઇ વિવાદને લઇને હરહંમેશ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલીખાન મુસીબતમાં ફસાઇ છે. વાત જરા એમ છે કે હાલમાં અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન લવ આજ કલ 2 ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે ત્યારે ફિલ્મના શુટિંગ દરમિયાન સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે બાઇક પર હતી, જેમાં તેને હેલ્મેટ પહેર્યું ના હતું જ્યારે કાર્તિક આર્યને હેલ્મેટ પહેર્યું હતું. સારા અલી ખાને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા દિલ્હી પોલિસે તેને લીગલ નોટિસ મોકલી આપી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા તેને આ પરિણામ ભોગવવું પડ્યું છે.