Vaccine/ ભારતે ખરીદી વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી

ભારતે ખરીદી વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી

Top Stories India
corona 3 ભારતે ખરીદી વિશ્વની સૌથી સસ્તી કોરોના રસી

વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારત નીચા દરે રસી ખરીદી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ મંગળવારે કહ્યું કે આગામી 2 દિવસમાં દેશભરમાં 1.65 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી રસીકરણ અભિયાન શરૂ કરાશે.  મંગળવારે સાંજ સુધી 54.70 લાખ ડોઝ પ્રાપ્ત થયા છે. 1.10 કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ 200 રૂપિયા પ્રતિ ડોઝ ના ભાવે લેવામાં આવ્યા છે. જ્યારે ભારત બાયોટેક પાસેથી 35 લાખ ડોઝ 300 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે ખરીદવામાં આવ્યા છે.

Crime / સિંગર રેણુએ ઉદ્ધવ ઠાકરેના મંત્રી મુંડે પર બળાત્કાર અને બ્લેક…

Covid-19 / વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 લાખથી વધુ નવા કેસો, અમ…

ભારત બાયોટેક 16 લાખ ડોઝ સરકારને વિના મૂલ્યે આપશે.  આ મુજબ, ભારત બાયોટેક રસી માત્રા દીઠ 206 રૂપિયાના ભાવે પડશે. આ આધારે, એમ કહી શકાય કે વિશ્વના અન્ય દેશોમાં જે રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેની તુલનાએ ભારતે સસ્તા દરે રસી ખરીદી છે. ફાઈઝર રસી 1431, મોડર્ના 2348 થી 2715, સિનોફાર્મ 5650, સિનોબેક બાયોટેક 1027, નોવાક્સ 1114, સ્પુટનિક 734, જોહ્નસન અને જોહ્નસન રસી 734 રૂપિયામાં. મળી રહી છે.

બે વખત રસી લેવી જરૂરી છે

ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછું 28 દિવસના અંતરાલમાં વેક્સીન ના બે ડોઝ લાવ અનિવાર્ય છે.. આવી સ્થિતિમાં, જો લોકોને લાગે કે રસીનો એક ડોઝ લીધા પછી  હવે તેમને કોઈ ભય નથી, તો તે ખોટું છે. સાથે તેમને હાથ જોડીને પ્રાર્થના કરી કે બંને ડોઝ મેળવ્યા પછી પણ, તકેદારીના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે જ્યારે રસીકરણ અસરકારક રહેશે.

પ્રથમ લોટમાં 3.5 મિલિયન ડોઝ

ભારત બાયોટેક દ્વારા 35 લાખ ડોઝની પ્રથમ બેચ રજૂ કરવામાં આવશે. આ પછી, બીજા ડોઝ દ્વારા દેશમાં 16.5 લાખ ડોઝ મોકલવામાં આવશે. આ રસી સીધી 12 રાજ્યોમાં પૂરી પાડવાની જવાબદારી ભારત બાયોટેકને સોંપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…