Not Set/ ભારતીય ફાર્મા કંપનીઓ પર અમેરિકામાં કાનૂની ગુંચમાં ફસાવાનો ખતરો

નવી દિલ્હી, ભારતની ફાર્મા કંપનીઓને પેટન્ટના મામલે અનેક કેસનો સામનો કરવાની આદત બની ગઇ છે. પરંતુ હવે ચિંતાની વાત એ છે કે હવે ફાર્મા કંપનીઓ વિરુદ્વ એક્શન સુટ્સ, એન્ટી ટ્રસ્ટ સુટ્સ અને વિસલ બ્લોઅર સુટ્સ જેવા દરેક પ્રકારના કેસોનું પુર આવી શકે છે. આ જ કારણોસર હવે ફાર્મા કંપનીઓમાં રોકાણ કરવામાં જોખમ લાગી રહ્યું છે. […]

World
Medicine sale ભારતીય ફાર્મા કંપનીઓ પર અમેરિકામાં કાનૂની ગુંચમાં ફસાવાનો ખતરો

નવી દિલ્હી,

ભારતની ફાર્મા કંપનીઓને પેટન્ટના મામલે અનેક કેસનો સામનો કરવાની આદત બની ગઇ છે. પરંતુ હવે ચિંતાની વાત એ છે કે હવે ફાર્મા કંપનીઓ વિરુદ્વ એક્શન સુટ્સ, એન્ટી ટ્રસ્ટ સુટ્સ અને વિસલ બ્લોઅર સુટ્સ જેવા દરેક પ્રકારના કેસોનું પુર આવી શકે છે. આ જ કારણોસર હવે ફાર્મા કંપનીઓમાં રોકાણ કરવામાં જોખમ લાગી રહ્યું છે. કીંમતો પર ટક્કર, નિર્માણ પ્રક્રિયામાં ગડબડ જેવા કારણોસર ભારતીય કંપનીઓ વિરુદ્વ મુકદ્દમા થઇ રહ્યા છે.

અમેરિકામાં દવાઓની કથિત વ્યાપારિક કિંમતને લઇને 18 જેનરિક ફાર્મા કંપનીઓ વિરુદ્વ મુકદ્દમો ચાલી રહ્યો છે. તેમાં ભારતની પાંચ ફાર્મા કંપની અરબિંદો ફાર્મા, ડોક્ટર રેડ્ડી લેબ, એમ્ક્યોર, ગ્લેનમાર્ક અને ઝાયડસ સામેલ છે. અમેરિકાના અત્યારસુધીના ઇતિહાસમાં કંપનીઓની મિલીભગતનો આ સૌથી મોટો કિસ્સો છે. અમેરિકામાં દવાની કિંમતો લઇને આ લડાઇ હવે વ્યાપક રીતે 50 રાજ્યોમાં ફેલાઇ ચૂકી છે.

જો કે ભારતીય કંપનીઓ પર તેની અસર સીમિત હોવા છતાં આ પ્રકારની કાનૂની લડાઇ ભારતીય કંપનીઓ માટે જોખમકારક સાબિત થઇ શકે છે. આ પહેલા યુરોપ અને અમેરિકીના ફાર્મા કંપનીઓને આ પ્રકારના કેસમાં ખૂબ જ જંગી રકમની દંડ તરીકે ચૂકવણી કરવી પડી છે. જેવી રીતે વૈશ્વિક ફાર્મા માર્કેટમાં ભારતીય કંપનીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારથી કાનૂની ગૂંચવણો વધી છે. કંપનીઓ સાથે મિલીભગત કરીને દવાની કિંમતોને વધારવી તે ગુનો છે અને તેના પરિણામે કંપનીઓ જંગી દડ ભરવો પડી શકે છે.

હાલમાં તો ભારતીય કંપનીઓ ડો. રેડ્ડી લેબ્સ, અરબિંદો ફાર્મા, કેડિલા હેલ્થકેર, ગ્લેનમાર્ક ફાર્માની દેણાદારીને લઇને કોઇ ખાસ માહિતી નથી પરંતુ પોતાની માર્કેટ કેપ અને અમેરિકી બજારમાં એક્સપોઝરને લઇને તે રિસ્ક પર છે.

દવાની કિંમતમાં થયેલા તોતિંગ વધારાને કારણે રાજ્ય સરકારને ફાર્મા કંપનીઓની તપાસ કરવાની ફરજ પડી હતી. અમેરિકામાં ફાર્મા કંપનીઓ વિરુદ્વ એન્ટી ટ્રસ્ટ ઉપરાંત દર્દીઓ દ્વારા ક્લાક એક્શન મુકદ્દમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પોતાની વ્હિલસ બ્લોઅર નીતિને કારણે યુએસએફડીએ પણ નિયામક સામે પોતાની કંપનીઓ દ્વારા થતા કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આ દવા કંપનીઓના કર્મચારીઓને ઉચિત ભથ્થુ આપવાની ઓફર કરી છે. તેથી જ ભારતીય ફાર્મા કંપનીઓમાં રોકાણ કરવા માટે આ સમય જોખમકારક સાબિત થઇ શકે છે.