નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારા પછી મોંઘવારી વધવાની ચિંતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેના પોલિસી રેટમાં ૦.25 ટકાનો વધારો કર્યો છે.
નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલિસી કમિટી)ની બેઠક પછી રેપો રેટમાં અને રિવર્સ રેપો રેટમાં ૦.25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જયારે સીઆરઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રિવર્સ રેપો રેટ હવે વધીને ૬ ટકા થઈ ગયો છે, જયારે રેપો રેટ વધીને ૬.૨૫ ટકા થઈ ગયો છે. વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના સત્તામાં આવ્યા પછી આ પહેલી વખત છે કે જયારે નીતિગત દરો (પોલિસી રેટ)માં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈના આ પગલાંથી દેવું (લોન્સ)મોંઘુ થઈ જશે અને તમારી ઈએમઆઈ (EMI) વધી જશે.
આરબીઆઈએ ૨૦૧૮-૨૦૧૯ના પહેલાં છ મહિનાની માટે છૂટક મુદ્રાસ્ફીતિના અનુમાનને સંશોધિત કરીને 4.8-4.9 ટકા અને બીજા છ મહિના માટે 4.7 ટકા નક્કી કયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ની માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.4 ટકા પર નિર્ધારિત રાખવામાં આવ્યું છે. દરેક એમપીસી સદસ્યોએ દરોમાં વધારો કરવાના પક્ષમાં મત આપ્યો હતો.
આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલે આ બેઠક પછી કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ક્ષમતા વધી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખપત વધી રહી છે. ચોમાસું સારું રહેવાનું અનુમાન છે, તેના લીધે ઉપજ પણ સરી થવાની આશા છે.
આરબીઆઈને ખબર છે કે જો કાચા તેલના ભાવ નવી ઉંચાઈએ પહોંચશે તો તેની અસર ભારતીય અર્થ વ્યવસ્થા અને મોંઘવારી પર પડશે તે નિશ્ચિત છે. આરબીઆઈની પાસે માર્કેટમાં મની ફલો (નાણાના પ્રવાહ)ને રોકવા અને ડિમાંડ ઓછી કરવાની માટે વ્યાજ દરોમાં વધારો એટલે કે લોનને મોંઘી કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.