Not Set/ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની જીત બાદ નજીકના કાર્યકર્તા પર હુમલા, ગોળી મારીને કરી હત્યા

અમેઠીના બારોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને મોડી રાત્રે અજ્ઞાત બદમાશોએ ગોળી મારી દીધી. તેમને સારવાર માટે લખનઉના ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા. સુરેન્દ્ર સિંહ અમેઠીથી હાલ લોકસભાની ચૂંટણી જીતીને આવેલ સ્મૃતિ ઇરાનીની ખૂબ જ નજીક હતી. ઉલ્લેખનીય છે કે બારોલિયા ગામને મનોહર પર્રિકરે દતક લીધું હતું. મળતી માહિતી […]

Top Stories India
hhn અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની જીત બાદ નજીકના કાર્યકર્તા પર હુમલા, ગોળી મારીને કરી હત્યા

અમેઠીના બારોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને મોડી રાત્રે અજ્ઞાત બદમાશોએ ગોળી મારી દીધી. તેમને સારવાર માટે લખનઉના ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા. સુરેન્દ્ર સિંહ અમેઠીથી હાલ લોકસભાની ચૂંટણી જીતીને આવેલ સ્મૃતિ ઇરાનીની ખૂબ જ નજીક હતી. ઉલ્લેખનીય છે કે બારોલિયા ગામને મનોહર પર્રિકરે દતક લીધું હતું.

મળતી માહિતી મુજબ બદમાશો આ ઘટના ત્યારે અંજામ આપ્યો જ્યારે પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ તેમના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા. ઘટનાના સમાચાર મળ્યા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ હત્યા પછી, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

surendra_052619075810.jpg

તાજેતમાં થયેલ લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્ર સિંહે સ્મૃતિ ઇરાનીના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી હતી. અહેવાલ અનુસાર, સુરેન્દ્ર સિંહનો પ્રભાવ ઘણા ગામોમાં છે, જેનો ફાયદો સ્મૃતિ ઇરાનીને ચૂંટણી પ્રચારમાં મળ્યો. પોલીસના જણાવ્યા અનુસાર બાઈક સવાર બદમાશોએ સુરેન્દ્ર સિંહ પર ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્ત પૂર્વ પ્રધાનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં અવાય હતા. તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ તેમને લખનઉ ટ્રોમા સેન્ટર રેફર કરી દીધા. લખનઉ લઇ જવા દરમિયાન સુરેન્દ્ર સિંહએ તેમના છેલ્લા શ્વાસ લીધા.