દિલ્હી,
ચીન તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવ પર વીટો વાપર્યા પછી ભારતનું રાજકારણ ગરમાયુ છે.મસુદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ યુએનેસસીએ ફગાવી દેતા ભારતને ઝટકો લાગ્યો છે.દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરે છે. જ્યારે પણ ચીન ભારત વિરુદ્ધ કોઇ ઍક્શન લેતું હોય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કશું બોલતા નથી.
કોંગ્રેસ પ્રમુખે આ ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિ પર પણ ચાબખા માર્યા હતા. રાહુલએ લખ્યું છે કે પી.એમ. ગુજરાતમાં શી જિનપિંગ સાથે ઝૂલા ઝૂલે છે, દિલ્હીમાં જિનપિંગને ગળે મળે છે, ચીનમાં તેમની સામે ઝુકી જાય છે.મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના પ્રયાસમાં ચીનની આડોડાઈ પછી કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી નીતિ ‘સિધ્ધાંતિક વિનાશ’ છે.
કૉંગ્રેસ દ્વારા મોદી સરકાર સિવાય ચીન અને પાકિસ્તાનની પણ ટીકા કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધમાં આ એક દુઃખદ દિવસ છે. આજે ફરીથી ત્રાસવાદ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે ચીન-પાક જોડાણ કર્યું છે.
સુરજેવાલાએ તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, “ચીન-પાકિસ્તાન સંયુક્ત 56-ઇંચની રમત રમી ‘હગડીપ્લોમેસી’ કરી ઝૂલા ઝૂલે છે.વૈશ્વિક આતંકવાદી તરીકે મસૂદ અઝહરને જાહેર કરવાના પ્રસ્તાવમાં ચીને ફરી ટાંગ અડાડી જેના કારણે આ દરખાસ્ત રદ થઈ. ચાઇનાએ પોતાનો ચોથી વખત વિટો વાપરી આ દરખાસ્તને રદ કરાવી હતી.ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે કહ્યું કે ચીનનું આ વલણ ખૂબ જ નિરાશાજનક હતું. આતંકવાદીઓ સામેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે.
ભારતએ દરખાસ્ત લાવવા બદલ મિત્ર દેશોનો આભાર માન્યો છે.ચીનના સુરક્ષા પરિષદના કાયમી સભ્યે યુનાઇટેડ સ્ટેટ્સ,ફ્રાંસ અને બ્રિટન દ્વારા લાવવામાં આવેલા દરખાસ્ત પર પ્રતિબંધ લગાવ્યો હતો. વિદેશી બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી જૂથો પર કોઈ પગલાં લેશે નહીં, તેમની સાથે કોઈ મુદ્દા અંગે ચર્ચા થશે નહીં. આતંકવાદ અને વાતચીત એકસાથે ન જઈ શકે