ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 શ્રેણી માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ભારતીય ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. ગિલ પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ ટીમમાં આઈપીએલના ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થશે.
હવાઈ સામેની 5 મેચની T20 શ્રેણી માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 15 સભ્યોની ભારતીય ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. ગિલ પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ ટીમમાં આઈપીએલના ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થશે.
T20 સીરીઝ માટે ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકિપર), ધ્રુવ જુરેલ (વિકેટકિપર), નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન , ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી ટી-20 સિરીઝ શરૂ થશે. સિરીઝની બીજી મેચ 7 જુલાઈ, ત્રીજી 10 જુલાઈ, ચોથી 13 જુલાઈ અને છેલ્લી મેચ 14 જુલાઈએ રમાશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
T20 સિરીઝ શેડ્યૂલ
1લી T20: 6 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ
2જી T20: 7 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ
3જી T20: 10 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ
4થી T20: 13 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ
5મી T20: 14 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ