IND vs SA/ ભારતે આફ્રિકાને અંતિમ વન-ડેમાં 78 રનથી હરાવીને શ્રેણી પણ 2-1થી જીતી

ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Top Stories Sports
10 2 ભારતે આફ્રિકાને અંતિમ વન-ડેમાં 78 રનથી હરાવીને શ્રેણી પણ 2-1થી જીતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 78 રને ભારતે જીતી લીધી. પાર્લના બોલેન્ડ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ સાથે તેણે શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

ભારતીય ટીમે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં યજમાન ટીમને 78 રનથી હરાવ્યું હતું. તેણે પ્રથમ મેચ પણ જીતી હતી. દક્ષિણ આફ્રિકા બીજી મેચ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવામાં સફળતા મેળવી છે. છેલ્લી વખત તેણે વિરાટ કોહલીની કપ્તાનીમાં 2018માં શ્રેણી જીતી હતી. પાર્લના બોલેન્ડ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 296 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેના માટે ટોની ડી જ્યોર્જીએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી મેચમાં સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. આ વખતે તે આવું કરી શક્યો નહીં.

કેપ્ટન એડન માર્કરામે 36 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 21, રીઝા હેન્ડ્રીક્સે 19, બ્યુરેન હેન્ડ્રીક્સે 18 અને કેશવ મહારાજે 10 રન બનાવ્યા હતા. રાસી વાન ડેર ડુસેન અને લિઝાદ વિલિયમસન માત્ર બે જ રન બનાવી શક્યા હતા. વિયાન મુલ્ડરે એક રન બનાવ્યો હતો અને નાન્દ્રે બર્જર એક રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર વિકેટ ઝડપી હતી. તેણે શ્રેણીમાં કુલ નવ વિકેટ લીધી હતી. અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરને બે-બે સફળતા મળી. મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.