IND vs SA/ ભારતે સાઉથ આફ્રિકાને છેલ્લી T20 મેચમાં 106 રનથી હરાવ્યું, કુલદીપની શાનદાર બોલિંગ,શ્રેણી 1-1 બરાબર

ભારત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે (56 બોલમાં 100) શાનદાર સદી ફટકારી હતી

Top Stories Sports
ભારત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ગુરુવારે  રમાઈ હતી. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 106 રને જીતી લીધી હતી. પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી. હવે ભારતે ત્રીજી મેચ જીતી લીધી છે. આ રીતે ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ.આ મેચમાં કુલદીપે પાંચ વિકેટ લઇને તરખાટ મચાવ્યો હતો.

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં તેણે 106 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ મેદાન પર પ્રથમ મેચ 17 ડિસેમ્બરે રમાશે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે માત્ર ત્રણ જ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. ડેવિડ મિલરે 35, એઈડન માર્કરામે 25 અને ડોનોવન ફરેરાએ 12 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને બે સફળતા મળી. મુકેશ કુમાર અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ લીધી હતી.

ભારત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે (56 બોલમાં 100) શાનદાર સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે (41 બોલમાં 60) અડધી સદી ફટકારી હતી. સૂર્યા અને યશસ્વીએ ત્રીજી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. સૂર્યાએ ચોથી વિકેટ માટે રિંકુ સિંહ (14) સાથે 47 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી લિઝાદ વિલિયમસન અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી જ્યારે તબરેઝ શમ્સી અને નવોદિત નાન્દ્રે બર્જરે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી

આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે  બાળકી પર અમાનુષી દુષ્કર્મ