Not Set/ પ્રીમિકાને મળવા ગયેલ યુવકને પરિવારજનોએ જીવતો સળગાવ્યો!

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં, 21 વર્ષીયના એક યુવકને તેની પ્રેમિકાના પરિવારજનો જીવતો સળગાવી દીધો. મૃતકનું નામ રંજીત મંડળ છે, જે દિલ્હીમાં સુનારનું કામ કરતો હતો. મળી રહેલ માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈને રંજીતનો ઝગડો યુવતી સાથે થયો હતો. શુક્રવારે રાત્રે રંજીતને યુવતીએ તેના ઘરે મળવા માટે બોલાવ્યો અને રંજીત […]

Top Stories India
01 14 પ્રીમિકાને મળવા ગયેલ યુવકને પરિવારજનોએ જીવતો સળગાવ્યો!

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં, 21 વર્ષીયના એક યુવકને તેની પ્રેમિકાના પરિવારજનો જીવતો સળગાવી દીધો. મૃતકનું નામ રંજીત મંડળ છે, જે દિલ્હીમાં સુનારનું કામ કરતો હતો.

મળી રહેલ માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા કોઈ વાતને લઈને રંજીતનો ઝગડો યુવતી સાથે થયો હતો. શુક્રવારે રાત્રે રંજીતને યુવતીએ તેના ઘરે મળવા માટે બોલાવ્યો અને રંજીત તેના પરિવારજનોને એમ કહીને તેના ઘરથી નીકળ્યો કે તે કોલકતા જઈ રહ્યો છે. ત્યાર પછી લગભગ મધરાતે, રંજીતના પરિવારને માહિતી મળી કે રંજીતનું શબ તેની પ્રેમિકાના ઘરની બહાર અર્ધબળેલી હાલતમાં પડેલું છે. સમાચાર પ્રાપ્ત કર્યા પછી, પરિવારજનો ત્યાં પહોંચ્યા અને પોલીસને આ ઘટનાની જાણ કરી.

ભૂપતિનગર પોલીસ સ્ટેશન કેસની તપાસ કરી રહી છે. પૂછપરછ માટે પોલીસે યુવકની ગર્લફ્રેન્ડ સહિતના તેના પરિવારના છ સભ્યોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસના આધારે, પોલીસનું માનવું છે કે  રંજીતને પહેલા ખુબ જ માર્યો અને પછી પેટ્રોલ નાખીને તેને બળવામાં આવ્યો.

પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. જિલ્લા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમની રીપોર્ટ આવ્યા પછી જ બધું જ સ્પષ્ટ થશે.