Not Set/ ભારતમાં આજથી શરુ થશે ફીફા U-17 વર્લ્ડ કપ

ભારતમાં શુક્રવારથી અન્ડર-૧૭ ફીફા વર્લ્ડકપની શરૂઆત થશે. આ સાથે ભારતમાં સૌપ્રથમ વાર કોઈ ફૂટબોલની કોઈ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડકપની પ્રારંભિક મેચમાં યજમાન ભારતીય ટીમ અમેરિકા સામે મેદાને ઉતરશે. આ મેચ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યે રમાશે. આ ફીફા ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય ટીમ હશે. ત્યારે આ મેચ […]

Sports
generic ભારતમાં આજથી શરુ થશે ફીફા U-17 વર્લ્ડ કપ

ભારતમાં શુક્રવારથી અન્ડર-૧૭ ફીફા વર્લ્ડકપની શરૂઆત થશે. આ સાથે ભારતમાં સૌપ્રથમ વાર કોઈ ફૂટબોલની કોઈ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડકપની પ્રારંભિક મેચમાં યજમાન ભારતીય ટીમ અમેરિકા સામે મેદાને ઉતરશે. આ મેચ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યે રમાશે.

આ ફીફા ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય ટીમ હશે. ત્યારે આ મેચ જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. ભારતમાં ફૂટબોલનું આ સૌથી મોટું આયોજન છે. ભારતીય ટીમને ગ્રુપ-એ માં અમેરિકા, કોલમ્બિયા અને ઘાનાની સાથે રાખવામાં આવ્યા છે.

indian u 16 national team brics u 17 football tournament 4iermav5dhu31gle7oj3175ev ભારતમાં આજથી શરુ થશે ફીફા U-17 વર્લ્ડ કપ

આ વર્લ્ડકપમાં કુલ ૨૪ ટીમ ભાગ લઇ રહી છે અને તેણે ૬ ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. ૨૩ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ ૫૨ મેચ રમાશે. આ તમામ મેચોનું નવી દિલ્હી, નવી મુંબઈ, ગોવા, કોચ્ચિ, ગુવાહાટી અને કોલકાતામાં યજમાની કરાશે.