Not Set/ દિલ્હી/ બેટરી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વિસ્ફોટ થતા થઇ ધરાશયી

રાજધાની દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ઓકાયા બેટરી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાના કારણે અંદર રાખેલી અનેક બેટરીઓમાં વિસ્ફોટ થઇ ગયો. વિસ્ફોટના કારણે બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો છે, જેણે કેટલાક લોકોને તેની નીચે દટાઈ ગયા છે. આ સિવાય કેટલાક ફાયરમેન પણ ઘાયલ થયા છે. આગ અંગેની બાતમી મળતાં ફાયર બ્રિગેડના 35 ગાડીઓ ઘટના […]

Top Stories India
pjimage 7 2 દિલ્હી/ બેટરી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વિસ્ફોટ થતા થઇ ધરાશયી

રાજધાની દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં ઓકાયા બેટરી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાના કારણે અંદર રાખેલી અનેક બેટરીઓમાં વિસ્ફોટ થઇ ગયો. વિસ્ફોટના કારણે બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો છે, જેણે કેટલાક લોકોને તેની નીચે દટાઈ ગયા છે. આ સિવાય કેટલાક ફાયરમેન પણ ઘાયલ થયા છે. આગ અંગેની બાતમી મળતાં ફાયર બ્રિગેડના 35 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ સિવાય એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. હાલ તો ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ આ આગ ગુરુવારે સવારે 4.23 વાગ્યે લાગી હતી. આગ લાગવાના કારણો જાણી શકાયા નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. જ્યારે ફાયરમેન આગને કાબૂમાં લેવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં થયેલા વિસ્ફોટના કારણે બિલ્ડિંગનો એક ભાગ અચાનક પડી ગયો હતો. જેના કારણે અનેક ફાયરમેન ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ગત ડિસેમ્બરમાં દિલ્હીમાં આગની ત્રણ મોટી ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 55થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. 8 ડિસેમ્બરે આણંદ મંડી વિસ્તારની એક ફેક્ટરીમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે ત્યાં કામ કરતા 43 મજૂરો બળીને અને ગૂંગળામણથી મરી ગયા હતા.

pjimage 7 3 દિલ્હી/ બેટરી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વિસ્ફોટ થતા થઇ ધરાશયી

આ ઘટનાના એક અઠવાડિયા પછી શાલીમાર બાગ વિસ્તારમાં એક ચાર માળના રહેણાંક વિસ્તારમાં આગ લાગી. તેમાં રહેતી ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત નીપજ્ય હતા. જ્યારે  ત્રીજી ઘટના 23 ડિસેમ્બરે કિરાડી વિસ્તારમાં બની હતી, જ્યાં કપડાના વેરહાઉસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.