મુંબઇ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત રીલીઝ થાય તે પહેલા સેંસર બોર્ડે તેમાં વધુ એક કટ માર્યો છે. ફિલ્મમાં શ્રેયા ઘોસલની અવાજમાં ફિલ્માવાયેલ ગીત ઘુમ્મરને ફિલ્મમાંથી હટાવી લેવામાં આવ્યુ છે
મેવાડના એક રાજઘરાનાએ પણ આ મુદ્દે વાંધો ઊઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે રાણીઓ આમ બધાની સામે નાચતી નહતી. તેમાંય કમર બતાવીને નાચવુ તો બહુ જ શરમજનક છે. આ ગીતને ચિતોડની રાણી પદ્માવતીનું અપમાન ગણાવીને સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો.
ફિલ્મનું ટાઈટલ બદલ્યા બાદ ફિલ્મના મેકર્સે વીએફએક્ષ ની મદદથી ઘુમ્મર ગીતમાં ફેરફાર કર્યા હતા અને દીપિકાની કમરને છૂપાવી દીધી હતી. ગીતના લેટેસ્ટ વીડિયોમાં દીપિકા સંપૂર્ણપણે કપડાથી ઢંકાયેલી જોવા મળે છે.
જો કે, તેમ છતા વિરોધ યથાવત રહેતા અંતે ફિલ્મમાંથી ગીત જ હટાવવાનો નિર્ણય કરાયો છે. પદ્માવત ફિલ્માં ૩ ગીતોને શ્રેયા ઘોસલે અવાજ આપ્યો છે. જાકે હવે તેમાંથી એક ગીત હટાવી લેવામાં આવ્યુ છે.
આ અહેવાલની પુષ્ટી કરતા શ્રેયાએ ટવીટ કરીને જણાવ્યુ છે કે, ફિલ્મમાંથી એક શાનદાર ગીત હટાવવાને લઈ હું ખૂબ જ નિરાશ છું. પરંતુ આ પ્રકારની ઘટના અવાર નવાર બનતી રહે છે. અનેક શાનદાર ગીતોને ઈચ્છવા છતા ફિલ્મમાં સ્થાન મળતુ નથી. મહત્વનુ છે કે ફિલ્મમાં ઘુમ્મર ઉપરાંત એક દિલ હૈ હમ ગીત પણ રીલીઝ કરવામાં આવ્યુ છે. જોકે ઘુમ્મર ગીત પર કરણી સેનાએ વાંધો ઉઠાવ્યો હતો.