Not Set/ ફાની કે ફોની તોફાન? શું છે આ ABCD પાછળનું રોચક તથ્ય? અહીંયા વાંચો

હાલમાં દેશના ઓડિશામાં ફાની ચક્રવાતે કહેર મચાવ્યો છે. 175 કિ.મીની ઝડપથી તે ઓડિશાના પુરી દરિયાતટ પર ફરી વળ્યું છે. ફાની ચક્રવાતના રૌદ્ર સ્વરૂપથી અંદાજે 10,000 ગામ અને 52 શહેર પ્રભાવિત થાય તેવું અનુમાન છે. તેથી જ આગમચેતી અને બચાવકાર્ય તરીકે 11 લાખ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લોકોની સુરક્ષા અને સલામતી […]

Top Stories India
cyclone fani india ફાની કે ફોની તોફાન? શું છે આ ABCD પાછળનું રોચક તથ્ય? અહીંયા વાંચો

હાલમાં દેશના ઓડિશામાં ફાની ચક્રવાતે કહેર મચાવ્યો છે. 175 કિ.મીની ઝડપથી તે ઓડિશાના પુરી દરિયાતટ પર ફરી વળ્યું છે. ફાની ચક્રવાતના રૌદ્ર સ્વરૂપથી અંદાજે 10,000 ગામ અને 52 શહેર પ્રભાવિત થાય તેવું અનુમાન છે. તેથી જ આગમચેતી અને બચાવકાર્ય તરીકે 11 લાખ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લોકોની સુરક્ષા અને સલામતી માટે 5000 શેલ્ટર હોમ પણ તૈયાર કરાયા છે.

જો કે આ બધા વચ્ચે પણ એક બાબતે સૌ લોકોના મનમાં એક કુતુહૂલ પણ છે. અને તે છે તેના નામની. આ નામને લઇને હજુ પણ લોકો અસમંજસ અનુભવી રહ્યા છે. ફાની નામ આપનાર ખુદ બાંગ્લાદેશ પણ આ તોફાનને ફોની કહી રહ્યું છે. ચાલો વાંચીએ નામ પાછળનું કારણ

ફાની નામ કઇ રીતે પડાયું?

ફાની નામ હકીકતમાં બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ બાંગ્લાદેશ જ તેને ફોની કહી રહ્યું છે. જેનો મતબલ સાંપની ફેણ થાય છે. વાસ્તવિકપણે આ તોફાનના નામને પહેલાથી નિર્ધારિત એક યાદીમાંથી લેવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે ભારતનું હવામાન વિભાગ, હિંદ મહાસાગરના આસપાસના 8 દેશો પાસેથી તોફાનના 8-8 નામની એક યાદી મંગાવે છે અને ત્યારબાદ જે તે ક્ષેત્રમાં આવતા તોફાનોનું નામ રખાય છે. આ જ દિશામાં એક 64 નામની યાદી જારી કરાઇ હતી જેમાં ફાની 57 માં ક્રમાંકે છે. આ યાદીમાં જ તોફાનનું નામ ફાની હતું પરંતુ બાંગ્લાદેશ તેને બાંગ્લા ઉચ્ચારણ તરીકે ફોની કહીને ઉચ્ચારે છે. જો કે આ નામ પૂર્વ નિર્ધારિત હોવાથી ફાની તરીકે વધુ પ્રચલિત છે.

જે 8 દેશો તોફાનનું નામ નક્કી કરે છે તેમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન અને થાઇલેન્ડ સામિલ છે.

શું હોય છે યેલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગે ઓડિશાના દરિયાતટના પ્રભાવિત વિસ્તારો માટે યેલો અલર્ટ જારી કર્યું હતું. અર્થાત્ ચક્રવાત ફાનીના પ્રભાવથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

યેલો વોર્નિંગ અર્થાત્ હવામાન સંપૂર્ણપણે ખરાબ થવાનું છે. આ સમયે લોકોને ખતરાથી બચાવવા માટે તકેદારી તરીકે ચેતવણી અપાય છે. આ યેલો અલર્ટને કારણે લોકોએ આવનારા દિવસોમાં પણ તેનાથી બચવાની તૈયારી કરવી જોઇએ તેમજ કોઇપણ પ્રકારની મુસાફરી ટાળવી જોઇએ. તે ઉપરાંત રોજિંદા કામકાજોને પણ ટાળવા જોઇએ.