દિલ્હી,
અક્ષરધામ મંદિર પાસે તસ્કરોએ જાહેરમાં પોલીસની ગાડી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે તસ્કરોને પકડવા માટે જાળ પાથરી હતી, પરંતુ બદમાશોએ પોલીસ કાર પર જ ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી અક્ષરધામ મંદિર નજીક લૂંટની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે કાર્યવાહી કરતાં પોલીસે બદમાશોને પકડવા માટે જાળ પાથરી હતી.
રવિવારે ચેકીંગ દરમિયાન તસ્કરોએ પોલીસની ગાડી ઉપર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં દિલ્હી પોલીસની ટીમે પણ ગોળીબાર કર્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશો સફેદ કારમાં સવાર હતા. પોલીસ ઉપર ફાયરિંગ કર્યા બાદ બદમાશો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા. તેઓ ગીતા કોલોની તરફ પોલીસથી બચીને ભાગ્યા છે. દિલ્હી પોલીસે બદમાશોની શોધખોળ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.