ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ચારેય વખત હરાવ્યું છે. ભારતે ઈંગ્લેન્ડને 347 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો સંપૂર્ણ રીતે પડી ભાંગી હતી. દીપ્તિ શર્માએ બીજી ઇનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી છે. સાથે પૂજા વસ્ત્રાકરે પણ 3 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડને ક્યારેય રિકવર થવા દીધું નહીં. ભારતે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને માત્ર 131 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ પારીમાં ઇંગ્લેન્ડને ધોયું કે તેણે 10 વિકેટના નુકસાન પર 428 રન બનાવ્યા. ભારત તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. કુલ 6 બેટ્સમેનોએ 30 પ્લસ રન બનાવ્યા હતા. ભારતીય ટીમના એક પણ ખેલાડીએ સદી ફટકારી ન હતી, તેમ છતાં ભારતે 428 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી અને 6 વિકેટના નુકસાન પર 186 રન બનાવીને દાવ ડિકલેર કર્યો.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 479 રનની જરૂર હતી, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 200 રનનો આંકડો પણ સ્પર્શી શકી ન હતી અને માત્ર 131માં જ તૂટી પડી હતી. ભારતે આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં કુલ 39 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે. આજે ઈંગ્લેન્ડ સામે ભારતની છઠ્ઠી જીત હતી. આ સાથે જ ભારતે 6 મેચ હારી છે અને 27 મેચ ડ્રો રહી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: