Sabotage/ કેનેડાના ભગવત ગીતા પાર્કમાં તોડફોડ થતાં ભારતે કરી સખત નિંદા,તપાસના આદેશ

કેનેડાના ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડની ઘટનાની ભારતે સખત નિંદા કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને તેને ‘હેટ ક્રાઈમ’ ગણાવ્યો છે.

Top Stories World
2 5 કેનેડાના ભગવત ગીતા પાર્કમાં તોડફોડ થતાં ભારતે કરી સખત નિંદા,તપાસના આદેશ

કેનેડાના ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડની ઘટનાની ભારતે સખત નિંદા કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને તેને ‘હેટ ક્રાઈમ’ ગણાવ્યો છે. આ સાથે ભારતીય હાઈ કમિશને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, “અમે બ્રામ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની ઘટનાની નિંદા કરીએ છીએ અને કેનેડિયન સત્તાવાળાઓ અને પોલીસને ગુનેગારો સામે તપાસ કરવા અને ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ.

 

 

આ પહેલા રવિવારે શ્રી ભગવત ગીતા પાર્કમાં તોડફોડની ઘટના બની હતી. ભગવત ગીતા પાર્કના પ્રતિકની તોડફોડ કરવામાં આવી હતી. મેયર પેટ્રિક બ્રાઉને આ વાતની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યું કે પાર્કના સાઈનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ માટે અમારી પાસે ઝીરો ટોલરન્સ છે. તેમણે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

આ પાર્કનું તાજેતરમાં મેયર બ્રાઉન દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘શ્રી ભગવદ ગીતા પાર્કનું પ્રતીક તોડી પાડવામાં આવ્યું છે. અમે તાજેતરમાં આ પાર્કનું અનાવરણ કર્યું છે. આ માટે અમારી પાસે ઝીરો ટોલરન્સ છે. અમે આ માટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.’ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 3.75 એકરમાં ફેલાયેલા પાર્કમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન અને અન્ય કેટલાક હિન્દુ દેવતાઓની મૂર્તિઓ રથ પર છે. બુધવારે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હરિયાણા સરકારે કહ્યું કે ભારતની બહાર કદાચ આ એકમાત્ર પાર્ક છે, જેનું નામ ભગવદ ગીતા પરથી રાખવામાં આવ્યું છે.