એક અજીબ ઘટનામાં ભગવાન ગૌતમ બુદ્ધની આઇકોનિક મૂર્તિ માટે પ્રખ્યાત હૈદરાબાદનું હુસૈન સાગર તળાવ છેલ્લા ઘણા દિવસોથી ગૂગલ મેપ્સ પર ‘જય શ્રી રામ સાગર’ તરીકે જોવા મળ્યું. ટેક કંપની દ્વારા હવે તેને ઠીક કરવામાં આવ્યું છે.
હુસૈન સાગર તળાવનું નામ ‘જય શ્રી રામ સાગર’ કેમ જોવામાં આવી રહ્યું છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા. લોકોએ તેના વિરુદ્ધ ગુસ્સો ટ્વિટર પર વ્યક્ત કર્યો હતો.
એક ટ્વિટર યુઝરે લખ્યું કે, આ હૈદરાબાદની હુસૈન સાગર તળાવ છે. અચાનક તે ‘જય શ્રી રામ સાગર’ બની ગયું છે અને મને આશ્ચર્ય છે કે ગૂગલે તેને કોઈપણ રીતે એડિટ કર્યું નથી. “
બીજાએ લખ્યું, “અસામાજિક તત્વોએ ગુગલ મેપ્સમાં હૈદરાબાદના હુસેન સાગરનું નામ જય શ્રી રામ સાગર રાખ્યું છે. ઇબ્રાહિમ કુલી કુતુબ શાહે હુસેન સાગરના નિર્માણનો આદેશ આપ્યો અને તે વર્ષ 1563 માં બંધાયો હતો. “
આવી જ એક ઘટનામાં ગૂગલ મેપ્સ પર ફેબ્રુઆરીમાં શહેરના ‘સાલારજંગ બ્રિજ’નું નામ બદલીને’ છત્રપતિ શિવાજી બ્રિજ ‘કરવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.