MANTAVYA Vishesh/ પાક.માં ભારત..ભારત : ઈમરાન ખાનની પાર્ટીના સાંસદે ભારતનો ઉલ્લેખ કરીને પીએમને આપી સલાહ

ચીન, અમેરિકા બાદ હવે PM મોદીએ શાહબાઝ શરીફને વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યાં છે. તો ઈમરાન ખાનની પાર્ટીના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતનો ઉલ્લેખ કરીને પીએમ શાહબાઝને શું સલાહ આપી છે… જુઓ અમારા વિશેષ અહેવાલમાં

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • શાહબાઝ શરીફ ફરી બન્યા પાકિસ્તાનનાં વડાપ્રધાન    
  • PM મોદીએ શાહબાઝ શરીફને પાઠવ્યા અભિનંદન
  • પાકિસ્તાનની વિધાનસભામાં ભારતની ચર્ચા
  • ઈમરાન ખાનની પાર્ટી ચૂંટણીને લઈને નારાજ
  • PTIએ નેશનલ એસેમ્બલીમાં મચાવ્યો હંગામો
  • શાહબાઝ શરીફે કાશ્મીર પર ઓક્યું ઝેર

પાકિસ્તાનમાં 8 મી ફેબ્રુઆરીએ બારમી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.ચૂંટણી જીતનારાઓમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ હતી.નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) બીજા સ્થાને  અને ભુટ્ટો-ઝરદારી પરિવારની આગેવાનીવાળી પાર્ટી પીપીપી ત્રીજા સ્થાને હતી.ત્યારે હવે પાકિસ્તાનની જનતાને નવી સરકાર મળી ગઈ છે.પાકિસ્તાનમાં ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવ્યું હતું અને બાદમાં પાકિસ્તનના નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા.ત્યારે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને ટેકો આપતા સાંસદો દ્વારા ચૂંટણીમાં કથિત ધાંધલ ધમાલ સામેના સૂત્રોચ્ચાર વચ્ચે અશરફે નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. અને શપથ લેનારા નવા સાંસદોમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા નવાઝ શરીફ, PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ અધ્યક્ષ આસિફ ઝરદારી અને PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીનો સમાવેશ થાય છે.

તો ગૌહર અલી ખાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. ત્યારે ઈમરાન ખાને તાજેતરમાં જ તેમને તેમની પાર્ટી  પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના નવા પ્રમુખ પણ બનાવ્યાં છે.ત્યારે ગૌહર સંસદની અંદર અને બહાર PMLN અને PPP પર પ્રહારો કરી રહી છે.પાકિસ્તાનમાં નવી સરકારની રચના બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર ચાલી રહ્યું છે.ત્યારે આ દરમિયાન વિપક્ષી પાર્ટી પીટીઆઈ શાસક પક્ષ પર જોરદાર નિશાન સાધી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ગૌહર ખાને નવા પીએમ શાહબાઝ શરીફને લોકતાંત્રિક વ્યવસ્થા બનાવવા અને ચલાવવા માટે ભારતમાંથી શીખવાની સલાહ આપી છે. નેશનલ એસેમ્બલીમાં બોલતા, પીટીઆઈના અધ્યક્ષ અને એમએનએ (એમપી) ગૌહર અલી ખાને જણાવ્યું હતું કે શરીફ પરિવારનું સંપૂર્ણ ધ્યાન તેમનું પેટ ભરવા અને તેમના સંબંધીઓને લાભ આપવા પર છે, જરૂરિયાત ન હોવા છતાં વિભાગો વધારવામાં આવ્યાં અને બેઠકો પણ બિનજરૂરી રીતે વધારવામાં આવી છે.

શહેબાઝ શરીફ પર સીધો નિશાન સાધતા ગૌહર ખાને કહ્યું કે, “હું તમને ભારતનું ઉદાહરણ આપું છું. 1971માં ભારતની વસ્તી 54 કરોડ હતી અને આજે તે 140 કરોડ છે, આજે વસ્તી 140 કરોડ છે પરંતું ભારતમાં લોકસભાની બેઠકોની સંખ્યા એટલી જ છે જેટલી 1971 માં હતી.ભારતે સીટોન વધારી અને તેમનું કહેવું છે કે, આપણે આપણા લોકોના પૈસા બચાવવાના છે. તેમણે સીટો વધારવા તરફ ધ્યાન આપ્યું નહીં, અને આજે પણ 140 કરોડ લોકો એજ  બેઠકો પર છે..જો આપણે હોદ્દાની વહેંચણી કરવા માંગતા ન હોઈએ અને આપણા લોકોને એડજસ્ટ કરવા માંગતા ન હોઈએ તો જ લોકશાહી આગળ વધે છે, પરંતુ જો લાભ આપવાનું રાજકારણ હોય તો આપણે આગળ વધી શકતા નથી. શરીફ પરિવારના લાભો પૂરા પાડવાની અને પોતાની જાતને વધારવાની રાજનીતિએ દેશને પછાત અને લોકશાહીને નષ્ટ કરી દીધો છે.”

તો પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીમાં પીટીઆઈ તરફી ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી હતી પરંતુ કોઈ પણ પક્ષ બહુમતીની નજીક પહોંચી શક્યો નહોતો. આ પછી PMLN અને PPPએ મળીને ગઠબંધન સરકાર બનાવી. PMLN નેતા શહેબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. રવિવારે વિધાનસભામાં પીએમ પદ માટે થયેલા વોટિંગમાં શાહબાઝને 201 વોટ મળ્યા જ્યારે પીટીઆઈના ઉમેદવાર ઓમર અયુબ ખાનને માત્ર 92 વોટ મળ્યા છે.તો ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને પીટીઆઈ સતત વિરોધ કરી રહી છે. રવિવારે નેશનલ એસેમ્બલીમાં પીએમ પદ માટે મતદાન દરમિયાન, પીટીઆઈ સમર્થિત કેટલાક સાંસદોએ પણ ઈમરાન ખાનના પોસ્ટર લહેરાવ્યા અને શાહબાઝ શરીફ પર ચોરી કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો.સાથે જ પીટીઆઈના નેતાઓનું કહેવું છે કે તેમને 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી દરમિયાન જનાદેશ મળ્યો હતો પરંતુ લોકોના વોટની ચોરી કરવામાં આવી હતી.

તો આ તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને બીજી વખત પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. આ પહેલા શાહબાઝ શરીફે સોમવારે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે પીએમ મોદીના અભિનંદનને બંને દેશોના સંબંધોમાં સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

ચીન, અમેરિકા અને સાઉદી અરેબિયા બાદ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે શાહબાઝ શરીફને બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન. પીએમ મોદીએ આ અભિનંદન એવા સમયે આપ્યા છે જ્યારે શાહબાઝ શરીફે સત્તા સંભાળ્યા બાદ જ કાશ્મીરને લઈને ઝેર ઓક્યું હતું. જેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત રહી શકે છે. અગાઉ, શહેબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર જાહેરાત કરી હતી કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ સંબંધો પુનઃસ્થાપિત કરશે. ત્યારે હવે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેનાં શપથ લીધા બાદ તેઓ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવન ‘એવાન-એ-સદર’ ખાતે આયોજિત સમારોહમાં 72 વર્ષીય શહેબાઝને પદના શપથ લેવડાવ્યા હતા. સંક્ષિપ્ત સમારોહની શરૂઆત પવિત્ર કુરાનના પઠનથી થઈ, ત્યારબાદ શપથ ગ્રહણ કરવામાં આવ્યું. આ સમારોહમાં ત્રણેય સેનાના વડાઓ, વરિષ્ઠ અધિકારીઓ, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, નાગરિક સમાજના સભ્યો અને મીડિયા સંસ્થાઓએ હાજરી આપી હતી. કાર્યપાલક વડાપ્રધાન અનવારુલ હક કાકર પણ હાજર હતા.તો શાહબાઝે પાકિસ્તાનની બાગડોર એવા સમયે સંભાળી રહ્યાં છે, જ્યારે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

આ સમારોહમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ પણ હાજર હતા. શહેબાઝ શરીફે સંસદના વિસર્જન પહેલા એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. રવિવારે, PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સંયુક્ત ઉમેદવાર શેહબાઝ શરીફ ને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના તેમના હરીફ ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા હતા.

ત્યારે સવાલ થાય કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી વાતચીત શરુ થશે ? તો કલમ 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે. પાકિસ્તાને ભારત સાથે તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એક શરત મૂકી છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત થવી જોઈએ, પરંતુ ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કાયદો હવે ઈતિહાસ બની ગયો છે. ભારતના કડક વલણ પછી, શહેબાઝ શરીફે તેમના અગાઉના કાર્યકાળમાં પણ સાઉદી અરેબિયા અને યુએઈને અપીલ કરી હતી, પરંતુ કોઈ સહમતિ થઈ શકી નથી. તે જ સમયે, પાકિસ્તાની વિશ્લેષકોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાનના સંબંધોમાં કોઈ ખાસ બદલાવ આવવાનો નથી. તો શાહબાઝ શરીફની નિમણૂક પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કરી હતી  અને આર્મી ચીફ જે પણ કહે, શાહબાઝ શરીફ તે જ કરે છે. ત્યારે આવા સમયે પાકિસ્તાની આર્મી ચીફ ભારત પર દબાણ બનાવી રહ્યા છે જેથી વાટાઘાટોના ટેબલ પર સોદાબાજી કરવામાં સરળતા રહે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ….

આ પણ વાંચો:વડોદરા બેઠક પર શંકર-સીતાની ચર્ચા વચ્ચે આવ્યું રાકેશ અસ્થાનાનું નામ, ગુજરાતની 11 બેઠકો પર કેટલા ‘સરપ્રાઈઝ’?

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ