Not Set/ ભારતના દુશ્મનો પર રહેશે બાજ નજર, ઇસરો લોન્ચ કરશે રિસૈટ-2BR1 સેટલાઇટ

ભારતની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે. દુશ્મનોની પણ હવે ખેર નહીં રહે. દેશની અવકાશી સંસ્થા ઇસરો 22 મેના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી નવીનતમ રડાર ઇમેજિંગ સેટેલાઇટ રિસૈટ-2બીઆર1 લોન્ચ કરશે. રિસૈટ-2બીઆર1 ગત રિસૈટ-સીરીઝ ઉપગ્રહની તુલનામાં અધિક શક્તિશાળી છે. આ ઉપગ્રહ દેખાવની દૃષ્ટિએ જૂના ઉપગ્રહ જેવો જ છે પરંતુ તેની તકનિક ખૂબજ અલગ અને વિશિષ્ટ છે. આ નવા […]

Top Stories India
ISRO LAUCHES ભારતના દુશ્મનો પર રહેશે બાજ નજર, ઇસરો લોન્ચ કરશે રિસૈટ-2BR1 સેટલાઇટ

ભારતની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે. દુશ્મનોની પણ હવે ખેર નહીં રહે. દેશની અવકાશી સંસ્થા ઇસરો 22 મેના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી નવીનતમ રડાર ઇમેજિંગ સેટેલાઇટ રિસૈટ-2બીઆર1 લોન્ચ કરશે.

રિસૈટ-2બીઆર1 ગત રિસૈટ-સીરીઝ ઉપગ્રહની તુલનામાં અધિક શક્તિશાળી છે. આ ઉપગ્રહ દેખાવની દૃષ્ટિએ જૂના ઉપગ્રહ જેવો જ છે પરંતુ તેની તકનિક ખૂબજ અલગ અને વિશિષ્ટ છે.

આ નવા ઉપગ્રહમાં દેશના ખતરાથી બચાવવા માટે તેની ઇમેજિંગ ક્ષમતાઓ અને નજર રાખવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવાઇ છે. આ ઉપગ્રહ દિવસ-રાત ઉપરાંત દરેક સીઝનમાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. તે ઉપરાંત રડાર વાદળો હોવા છતાં પણ કામ કરી શકે છે અને 1 મીટરના રિઝોલ્યુશન સુધી ઝુમ કરી શકે છે.

આ સેટેલાઇટ ધરતી પર રહેલી કોઇ ઇમારત કે અન્ય કોઇ વસ્તુની પ્રતિદિન ત્રણવાર ઇમેજ લઇ શકે છે. આ જ વિશિષ્ટતાને કારણે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકીઓના લોન્ચપેડ પર તેમજ આતંકી ઠેકાણાઓની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં સફળતા મળશે. તેનાથી દરેક પ્રકારના હવામાનની આગોતરી જાણ થતી હોવાથી ભારતીય સુરક્ષાદળોને પણ કોઇ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

તે ઉપરાંત ભારતીય સીમાઓ પર કોઇપણ પ્રકારના આતંકી ખતરાને પણ આસાનીથી આગોતરી જાણ થઇ શકશે. જેથી દેશની સુરક્ષા અને સલામતી પણ જળવાઇ રહેશે. તે ઉપરાંત સમુદ્રમાં તૈનાત શત્રુઓના જહાજ, હિંદ મહાસાગરમાં ચીનની નૌ સેનાના યુદ્વજહાજ અને અરબ સાગરમાં પાકિસ્તાની યુદ્વજહાજ પર પણ નજર રાખી શકાશે. જૂના રિસેટ સેટેલાઇટથી લેવાયેલી તસવીરોનો 2016ની સર્જિકલ સ્ટ્રાઇકમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશના બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પણ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક માટે પણ આ ઉપગ્રહનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સેટેલાઇઠ 536 કિ.મીની ઉંચાઇથી સપ્તાહના બધા જ દિવસોમાં 24 કલાક ભારતીય સીમાઓ પર મોનિટરિંગ કરે છે અને સુરક્ષા એજન્સીઓને ઘૂષણખોરો પર બાજ નજર રાખવામાં મદદરૂપ બને છે.