Not Set/ આગ/ ઘરમાં આચનક લાગી આગ, એક જ પરિવારના 4 લોકો જીવતા બળીને થયા ખાક

ઝાંસીમાં એક મકાનમાં અચાનક આગના કારણે 4 લોકો જીવતા બળીને ખાક થઈ ગાય છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. મામલો સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં દેવી મંદિરની પાસે એક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. પતિ-પત્ની અને પુત્રનું ઘટના સ્થળે […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaa 12 આગ/ ઘરમાં આચનક લાગી આગ, એક જ પરિવારના 4 લોકો જીવતા બળીને થયા ખાક

ઝાંસીમાં એક મકાનમાં અચાનક આગના કારણે 4 લોકો જીવતા બળીને ખાક થઈ ગાય છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. મામલો સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં દેવી મંદિરની પાસે એક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. પતિ-પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે તમામ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો છત પર સૂઈ રહ્યા હતા, જેને પડોશીઓએ સીડી મૂકીને બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગે ડીઆઈજી સુભાષ સિંહ બઘેલએ જણાવ્યું હતું કે સીએફઓ ઘટના ઘટના સ્થળની તપાસ કરી રહ્યા છે.

આ ઘટના બની ત્યારે પરિવારન્બ લોકો ઘરના સૂઈ રહ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ઓરડામાં સૂતા પાંચમાંથી 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં એકના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે.

માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.