ઝારખંડમાં દુમકામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર આ અથડામણમાં એક એસએસબીના જવાન શહીદ છે અને ચાર જવાન ઘાયલ થયા છે. 5 નક્સલીઓ ઠાર થયા હોવાના સમાચાર છે.
ગંભીર ઇજાગ્રસ્ત જવાનને હેલિકોપ્ટરથી રાંચી મોકલવામાં આવ્યા છે. અન્ય ઘાયલ થયા 3 જવાનોની સારવાર દુમકા સદર હોસ્પિટલમાં થઇ રહી છે. આ ઉપરાંત, 5 નક્સલવાદીઓ ઠાર થયા હોવાનો અહેવાલ છે.
https://twitter.com/ANI/status/1135010304067158016
નક્સલવાદીઓ સામે પોલીસ અને એસએસબી જવાનોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં 12 થી 15 નકસલીઓ છે, જેની સામે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેઓ છેલ્લા 3-4 દિવસથી નક્સલી વિસ્તારમાં રહી રહ્યા હતા.
આ બનાવ રાનીશ્વર પોલીસ સ્ટેશન હેઠળ કટલિયા નજીકની છે. એસપી વાય એસ રમેશના જણાવ્યા પ્રમાણે આ એન્કાઉન્ટરમાં 4 થી 5 નક્સલિયોને ગોળી વાગી છે, જેમાં એક એસએસબી જવાન શહીદ થયા છે અને ચાર જવાન ઘાયલ થયા છે.
આ નક્સલી હુમલામાં શહીદ થયેલ આસામના જવાન નીરજ ક્ષત્રી છે. આ નક્સલવાદી અથડામણમાં ઇજાગ્રસ્ત એસએસબી જવાન રાજેશ રાયને સારી સારવાર માટે હેલિકોપ્ટરથી રાંચી મોકલવામાં આવ્યા છે.