ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. નડ્ડાએ કહ્યું કે, જ્યારે નાગરિકતા સુધારણા બિલની વાત આવે છે, ત્યારે તેનો આધાર તે જ છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક આધારો પર જે લઘુમતી સમુદાયો સાથે ભેદભાવ થયો છે અને તે ભારતમાં રહી રહ્યા છે, તેમને ભારતમાં નાગરિકતા આપવાનો આ બિલનો હેતુ છે. જણાવીએ કે નાગરિકતા સુધારા બિલ પર બુધવારે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. લોકસભાએ સોમવારે બિલને મંજૂરી આપી હતી.
નડ્ડાએ કહ્યું કે 18 ડિસેમ્બર 2003 ના રોજ મનમોહન સિંહે સંસદમાં અડવાણી જીને કહ્યું હતું, “હું શરણાર્થી સાથે કરવામાં આવતી વર્તણૂક વિશે કંઇક કહેવા માંગુ છું, દેશના ભાગલા પછી બાંગ્લાદેશ જેવા દેશોમાં લઘુમતીઓને ભોગવવું પડે છે અને તે આપણી નૈતિક જવાબદારી બની છે કે જો પરિસ્થિતિને લીધે લોકોને પોતાનો દેશ છોડીને ભારતમાં શરણાર્થી બનવું પડે, તો આવા કમનસીબ લોકોને ભારતીય નાગરિકત્વ મળવું જોઈએ તેથી તે પ્રક્રિયા વધુ ઉદાર હોવી જોઈએ. હું આશા રાખું છું કે માનનીય નાયબ વડાપ્રધાન આને ધ્યાનમાં રાખશે અને ભવિષ્યમાં નાગરિકતા અધિનિયમ તરફ પગલાં લેશે. ”
તેમણે વધુમાં કહ્યું કે, “મનમોહન સિંહે આ કહ્યું અને અમે તેમના શબ્દો પૂરા કરી રહ્યા છીએ,તેઓ તેમના કાર્યકાળ દરમિયાન પણ તે પૂર્ણ કરી શક્યા નહીં.” મનમોહન સિંહે સૂચવેલા માર્ગે ચાલીએ છીએ.
આ અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ચર્ચા માટે નાગરિકતા સુધારા બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ભારતના મુસ્લિમો દેશના નાગરિકો હતા, અને રહેશે. ગૃહમંત્રીએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી બિન મુસ્લિમ સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટેના બિલનો પરિચય આપતા કહ્યું કે આ ત્રણ દેશોમાં લઘુમતીઓને સમાન અધિકાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.