Not Set/ સરકારે શરુ કડક કાર્યવાહી, જમાત-એ-ઇસ્લામીના અનેક નેતાઓની ધડપકડ, 70 બેંક ખાતા સીલ

શ્રીનગર, ભારતએ આતંકવાદના સામે ન માત્ર પાકિસ્તાનમાં કાર્યવાહી કરી છે, પરંતુ દેશમાં પણ આતંકવાદને પ્રોત્સાહન આપતા સંગઠનો પર સજ્જડ કસવાનું શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી સામે સરકારે મોટું એક્શન લીધું છે. ગુરુવારે, કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણના આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. શુક્રવાર પછી, ત્યાં જમાત વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે અને […]

Top Stories India Trending
pl 2 સરકારે શરુ કડક કાર્યવાહી, જમાત-એ-ઇસ્લામીના અનેક નેતાઓની ધડપકડ, 70 બેંક ખાતા સીલ

શ્રીનગર,

ભારતએ આતંકવાદના સામે ન માત્ર પાકિસ્તાનમાં કાર્યવાહી કરી છે, પરંતુ દેશમાં પણ આતંકવાદને પ્રોત્સાહન આપતા સંગઠનો પર સજ્જડ કસવાનું શરૂ કર્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી સામે સરકારે મોટું એક્શન લીધું છે. ગુરુવારે, કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણના આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. શુક્રવાર પછી, ત્યાં જમાત વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે અને તેના ઘણા નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. યુએપીએ (અનલોફુલ એક્ટિવીટી પ્રિવેન્શન એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર એકલા શ્રીનગરમાં સંગઠનના 70 બેંક એકાઉન્ટ્સને સિલ કરવામાં આવ્યા છે.

મોટા નેતાની થઇ અટકાયત

શ્રીનગર પછી કિશ્તવાડમાં પણ જમાત-એ-ઇસ્લામીના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 52 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ એ ગુરુવારે, ગૃહ મંત્રાલયે એક જાહેરનામું જારી કર્યું અને જમાત-એ-ઇસ્લામી પર પાંચ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો હતો. મંત્રાલયે તેની અધિસુચકમાં એવું કહ્યું હતું કે જમાત-એ-ઇસ્લામી આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે આંતરિક સુરક્ષા અને લોક વ્યવસ્થા માટે જોખમી છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે તેને કાયદા વિરુદ્ધ સંગઠન તરીકે જાહેર કરે છે.

જમાત-એ-ઇસ્લામીના આ નેતા ગિરફ્તાર

કાર્યવાહી દરમિયાન અબ્દુલ હામીદ ફયાઝ, ઝાહીદ અલી, મુદસ્સિર અહમદ અને ગુલામ કાદિર જેવા જમાત-એ-ઇસ્લામીના મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત, દક્ષિણ કાશ્મીરના ત્રાલ, બડગામ અને અનંતનાગથી જમાતના ઘણા નેતાઓને ધરપકડ થઇ છે.

 રૂપિયા 4,500 કરોડની સંપતિ

સરકારે શુક્રવારે ઇન્સ્પેક્ટર જનરલ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટોંને જમાત-એ-ઇસ્લામીના કાર્યકરોને કસ્ટડીમા લેવાની મંજૂરી આપી દીધી હતી. શુક્રવારે 350 થી વધુ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. જણાવીએ કે સંગઠન ખીણમાં 400 શાળાઓ, 350 મસ્જિદો અને 1,000 સેમિનરી ચલાવે છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે સંગઠન પાસે ₹ 4,500 કરોડની સંપત્તિ હોવાની  સંભાવના છે, તેની તપાસ થયા પછી જાણ થશે કે માન્ય છે કે ગેરકાયદેસર છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી અધિસુચકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જમાત-ઈ-ઇસ્લામીના અલગાવવાદ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ થવાની વાત કહેવમાં આવી છે. આ ઉપરાંત, નફરત ફેલાવવાના આશય સાથે કામ કરતા એક સંગઠન પણ કહેવામાં આવ્યું છે, ત્યારબાદ મંત્રાલયે સલામતી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં સંગઠન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

શું છે જમાત-એ-ઇસ્લામી

જમાત-એ-ઇસ્લામી કાશ્મીર ઘાટીમાં અલગાવાદી એન કટ્ટરપંથીઓના પ્રચાર-પ્રસાર માટે જવાબદાર મુખ્ય સંગઠન છે અને તે હિજ્બ્બુ મુજાહીદ્દીનને ભરતી, તેના માટે ધનની વ્યવસ્થા, આશ્રય અને હેરફેરના સંબધમાં બધી જ રીતે સહયોગ આપતા આવ્યા છે. અધિકારીઓનું કહેવું ખાસ કરીને દક્ષિણ કાશ્મીર જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર (એઈએલ (જેએંડકે)) ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે અને હિજ્બ્બુ મુજાહીદ્દીન પાકિસ્તાનના સહયોગથી પ્રશિક્ષણ આપવાની સાથે જ હથિયારોના પુરવઠો કરી રહ્યો છે. જમાત-એ-ઇસ્લામી પર કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓની સક્રિય નેતૃત્વ કરવાનો આરોપ છે.

સાઉદી સહિત ઘણા આરબ દેશોમાં છે પ્રતિબંધત

જમાત-એ-ઇસ્લામી મુસ્લિમ ભાઈચારોની જેમનું સંગઠન છે. તેનો હેતુ રાજકારણમાં ભાગ લઈને ઇસ્લામી શાસનની સ્થપના કરવાનું છે. ખાસ વાત એ છે કે સાઉદી સહિતના ઘણા આરબ દેશોમાં, આ સંગઠન પ્રતિબંધિત છે. અન્ય આતંકવાદી સંગઠનઓ અને આમાં ફર્ફ એ વાતનો છે કે તે રાજકારણમાં ભાગ લઈને ઇસ્લામી સામ્રાજ્યની સ્થાપના કરવાના સપના જોવે છે.

હિજ્બ્બુ મુજાહિદ્દીનનો પ્રમુખ સૈયદ સલાહુદ્દીન જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના જોડાણને ટેકો આપે છે. એવું માનવામાં આવે છે કે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલ સલાહુદ્દીન પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના ગઠબંધન યુનાઇટેડ જેહાદ પરિષદનો અધ્યક્ષ પણ છે. જેઈએલ (જેએંડકે), જમાત-એ-ઇસ્લામી હિંદના અંગના રીતે 1945 માં બન્યો હતપ અને તે તેના મૂલ સંગઠનના સાથે રાજકીય વિચારધારામાં મતભેદને લઈને 1953 માં તેમનાથી અલગ થઇ ગયા.

આ સંગઠન પર તેમની પ્રવૃત્તિઓને લઈને પહેલાં બે વખત પ્રતિબંધ મૂકાયો હતો. 1975 માં પ્રથમ વખત, જમ્મુ-કાશ્મીર સરકારે બે વર્ષ માટે બીજી વખત એપ્રિલ 1990 માં કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. બીજીવાર પ્રતિબંધ લગવા માટે સમય મુફ્તી મોહમ્મદ સૈયદ કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે હતા. જેઈએલ (જેએંડકે)ના કાર્યકર્તાઓનું એક મોટો વિભાગ આતંકવાદી સંગઠનો, ખાસ કરીને હિજ્બ્બુ મુજાહિદ્દીન માટે ખુલ્લેઆમ કામ કરે છે.