ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ છે. તે પૂર્વે રાજનાથ સિંહે શક્તિ પ્રદર્શન કરતા રોડ શો કર્યો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો ઉમટી પડ્યા છે. રોડ શો પહેલાં યોગી અને રાજનાથસિંહ લખનઉના હનુમાન મંદિરે પહોંચ્યા, જ્યાં પૂજા અર્ચના કર્યા હતા.આપને જણાવી દઈએ કે રાજનાથ સિહંની ચૂંટણી પ્રચારમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ ગેર હાજર રહ્યા હતા..યોગીએ એક રેલીમાં અલી અને બજરંગબલી પર નિવેદન આપ્યું હતું જેથી ચૂંટણી પંચે તેમનો પ્રચાર પ્રસાર અટકાવ્યો છે.