બિહાર,
બિહારના વૈશાલી જિલ્લામાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં બંને પક્ષો વચ્ચે મુકાબલો જોઈને પોલીસને ‘ભગવાન હનુમાનજી’ને પોલીસ સ્ટેશન લાવવાની ફરજ પડી હતી. જી હા, આશ્ચર્ય ન કરો, અમે હનુમાનજીની પ્રતિમા વિશે વાત કરી રહ્યા છીએ. પોલીસે આ કેસમાં ઘણા લોકો સામે ગુનો પણ નોંધ્યો છે.
ભગવાન હનુમાનની મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, તેને લઈને વૈશાલી જિલ્લાના પાનાપુર ગૌરહી ગામે બે બાજુ અથડામણ થઈ હતી. પોલીસે કહ્યું કે અનુસૂચિત જાતિના કેટલાક ભક્તોએ ગામમાં જ વિવાદિત જમીન પર ભગવાન હનુમાનની પ્રતિમા મૂકી હતી.
ગુરુવારે આનો વિરોધ ત્યારે વધ્યો જ્યારે કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યાંથી મૂર્તિને હટાવવાની માંગ કરી હતી. આ પછી બંને પક્ષો વચ્ચે મુકાબલો થયો હતો. બાતમી મળતાં સદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હનુમાનજીની મૂર્તિને પોતાના કબજામાં લીધી હતી.
હાજીપુરના એસડીપીઓ રાઘવ દયાલે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કોઈપણ જાહેર જમીન પર મંદિર અથવા પ્રતિમા સ્થાપવાની પ્રતિબંધ છે. આથી ભગવાન હનુમાનની મૂર્તિને કબજે કરવામાં આવી છે. જ્યાં સુધી મામલો કોર્ટ સાથે સમાધાન થાય નહીં ત્યાં સુધી મૂર્તિ પોલીસના કબજામાં રહેશે. ।
સદર પોલીસ સ્ટેશનના એસએચઓ રોહન કુમારનું કહેવૌ છે કે, “ગામમાં ભગવાન હનુમાનની મૂર્તિને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. વિસ્તારની તનાવની પરિસ્થિતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અમે મૂર્તિને ત્યાંથી લઈને તેને અમારા કબજામાં રાખવાનું યોગ્ય માન્યું. કુમારે કહ્યું કે બંને પક્ષના લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સાથે સાથે બંને પક્ષને કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.