ICCWomenT20World Cup: ભારત ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 9 રનથી હારી ગયું છે. સેમીફાઈનલમાં પહોંચવાના દૃષ્ટિકોણથી આ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયા હજુ પણ નોકઆઉટ થઈ નથી, પરંતુ સેમિફાઈનલમાં પહોંચવા માટે તેણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. કેપ્ટન હરમનપ્રીત કૌર છેલ્લી ઓવર સુધી ક્રીઝ પર રહી, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શકી નહીં. તેણે 47 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ ટીમે 151 રન બનાવ્યા હતા. નિયમિત સુકાની એલિસા હીલી આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમી ન હતી, તેથી તાહિલા મેકગ્રાએ તેની કેપ્ટનશીપ કરી હતી. મેચમાં મેકગ્રાએ 32 રન બનાવ્યા હતા અને તેની જેમ એલિસ પેરીએ પણ 32 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ માટે સૌથી વધુ રન ગ્રેસ હેરિસે બનાવ્યા, જેણે 40 રનની ઇનિંગ રમી. ભારત તરફથી બોલિંગમાં રેણુકા ઠાકુર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
ભારતને 152 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આ ટાર્ગેટ હાંસલ કરવાના ઈરાદા સાથે ભારતીય ટીમે 47ના સ્કોર સુધી ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. આ મેચમાં પણ સ્મૃતિ મંધાના માત્ર 6 રન બનાવીને નિષ્ફળ રહી હતી. 47ના સ્કોર પર 3 વિકેટ પડ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ કમાન સંભાળી હતી. હરમનપ્રીત અને દીપ્તિ વચ્ચે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.
110ના સ્કોર પર દીપ્તિ શર્માની વિકેટ પડતાની સાથે જ નિયમિત અંતરે વિકેટો પડવા લાગી. એક સમયે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 110 રન બનાવી લીધા હતા, પરંતુ પછીના 31 રનમાં ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી. ખાસ કરીને હરમનપ્રીતને છેલ્લી ઓવરના પહેલા બોલ પર એક પણ રન લેવો મુશ્કેલ લાગ્યો હતો.
શું ભારત સેમિફાઇનલમાંથી બહાર છે?
ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ Aમાં ચારેય મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ હજુ પણ બીજા સ્થાન માટે ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સ્પર્ધા છે. પાકિસ્તાનનો નેટ રન-રેટ ખૂબ જ નબળો છે, તેથી તેના સેમિફાઇનલમાં જવાની આશા ઓછી છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખૂબ જ કાંટાની સ્પર્ધા છે.
ટીમ ઈન્ડિયાનો નેટ રન-રેટ હાલમાં +0.322 છે, જ્યારે ન્યુઝીલેન્ડના પણ ભારતની જેમ ચાર પોઈન્ટ છે અને તેનો નેટ રન-રેટ +0.282 છે. જો ભારતે સેમીફાઈનલમાં જવું હોય તો પાકિસ્તાન કોઈ પણ ભોગે ન્યુઝીલેન્ડને હરાવશે તેવી આશા રાખવી પડશે. જો ન્યુઝીલેન્ડ જીતે તો પણ કીવી ટીમનો નેટ રનરેટ તેના કરતા સારો બને છે કે કેમ તેના પર ટીમ ઈન્ડિયાએ નજર રાખવી પડશે.
આ પણ વાંચો: હૈદરાબાદમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ
આ પણ વાંચો: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં ખેલાડીઓના નામ જાહેર, નવા ચહેરાઓના પણ સામેલ
આ પણ વાંચો: બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિત શર્માનું સ્થાન લેનારા પ્રબળ દાવેદારો