લખનૌ
ઉત્તર પ્રદેશમાં લખનૌમાં છપ્પન ભોગની દુકાન સહિત કુલ ૨૮ જગ્યા પર ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. આઈટી વિભાગની રેડના લીધે વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.
આઈટી વિભાગને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાઓની માહિતી મળી રહી હતી. હાલ અહી મોટી સંખ્યામાં ઓફિસરો અને પોલીસની ટીમ તૈનાત છે.
કુલ મળીને ૩૧ ઓફિસરની ટીમે લખનૌમાં દરોડા પાડ્યા છે. આઈટી વિભાગને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીની શંકા છે. પોલીસ હાલ છપ્પન ભોગના મલિક સાથે પુછતાછ કરી રહી છે.