મધ્ય પ્રદેશમાં મંત્રાલયમાં મહિનાની દર પહેલી તારીખે વંદે માતરમ ગીત ગાવવા પર કમલનાથની સરકારે ના પડી દીધી હતી. આ દિવસે મંત્રાલયના દરેક કર્મચારી પાર્કમાં ભેગા થતા હતા અને વંદે માતરમ ગીત ગાતા હતા.
સીએમ કમલનાથે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે હું વંદે માતરમને નવું રૂપ આપીશ. આ વંદે માતરમનું નવું રૂપ આજ-કાલમાં જ ઘોષિત કરીશ.
સીએમના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ બીજેપીની પરંપરાને બંધ તો નહી કરે પરંતુ તેને નવું રૂપ આપી શકે છે.
તમને જણાવી દઈએ કે આજે ભોપાલમાં બીજેપીના કાર્યકરો દ્વારા સચિવાલયની બહાર વંદે માતરમને લઈને સીએમ કમલનાથનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવી છે. કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.