કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતના આર્ચર અભિષેક વર્માએ શૂટ હાફમાં યુએસના લિજેન્ડ ક્રિસ શાફને હરાવીને તીરંદાજી વર્લ્ડ કપના ત્રીજા તબક્કામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.ફાઇનલમાં અભિષેક વર્મા અને ક્રિસ શાફ બંનેએ 2-2 પોઇન્ટ ગુમાવ્યા હતા. બંને 148-148 ના સ્કોર સરખાં થયા હતાં ટાઇ પડી હતી ,બાદમાં શૂટ હાફમાં વર્લ્ડના પાંચમાં નંબરના શાફે 9 પોઇન્ટ સાથે શરૂઆત કરી હતી જ્યારે વર્માએ સંપૂર્ણ 10 પોઇન્ટ કર્યા હતા.જેથી તે વિજેતા બન્યા હતા ત્રીજા નંબરે નેધરલેન્ડ્સના માઇક સ્ક્લોઝર હતા.
ઉલ્લેખનીય છે કે પેરિસમાં રમાઇ રહેલી આ ફાઇનલમા અભિષેકે ઇથિહાસ રચ્યો છે તેણે ભારતને ત્રીજા સ્ટેજ પર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો .આ ફાઇનલ મેચ અતિ રોમાંચક થઇ હતી બન્ને ફાઇનલના પ્રતિસ્પર્ધી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને બન્નેનો સ્કોર સરખો થયો હતો .ત્યારબાદ શોટ હાફમાં અભિષેક વર્માએ કમાલ કરી હતી અને અમેરિકાના ક્રિસ શાફને હરાવીને ગોલ્ડ મે઼લ હાંસિલ કર્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું વર્લ્ડ ટુર્નીમેન્ટમાં તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે.