નવી દિલ્હી,
આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન અલકાયદાના સ્થાપક બિન લાદેન અને જેશના સ્થાપક લીડર મૌલાના મસુદ અઝહર વચ્ચે કેટલી મજબુત મિત્રતા હતી તે બાબત હવે કોઇનાથી છુપાયેલી નથી. બંને વચ્ચે મિત્રતા ખુબ પાકી હતી. બંને સાથે મળીને પણ કેટલાક ત્રાસવાદી હુમલાને અંજામ આપી ચુક્યા હતા.
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલા બાદ લાદેનને અફઘાનિસ્તાનની તોરા બોરાની પહાડીઓમાં છુપાવી દેવામાં મસુદની મુખ્ય ભૂમિકા હતી. એ વખતે પાકિસ્તાની સેનાએ ગુફાના આ નેટવર્કને એક બાજુથી ઘેરી લઇને લાદેનને રક્ષણ આપ્યુ હતુ.
ભારતીય ગુપ્તચર સુત્રોના કહેવા મુજબ અમેરિકા પર હુમલો કરવામાં આવ્યા બાદ જૈશએ ભારતમાં બે મોટા હુમલા માટેનુ કાવતરુ ઘડી કાઢ્યુ હતુ. જે પૈકી એક હુમલો અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યા બાદ આશરે ત્રણ સપ્તાહ પછી પહેલી ઓક્ટોબર 2001ના દિવસે કરવામા આવ્યો હતો. આ હુમલો જમ્મુ કાશ્મીર વિધાનસભા સંકુલમાં કરવામાં આવ્યો હતો. જેમાં ૩૫ લોકોના મોત થયા હતા. બે મહિના બાદ 13મી ડિસેમ્બર 2001ના દિવસે જેશના ત્રાસવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
એક ટોપ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ બંને હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. પાકિસ્તાની સેનાને પોતાની પશ્ચિમી બોર્ડરથી સેનાને વધુને વધુ ખસેડી લેવાની ફરજ પડી હતી. પશ્ચિમી સેના પર તોરા બોરાની પહાડી વિસ્તારોમાં નજર રાખવા માટે દબાણ હતુ. પાકિસ્તાને લાદેનને ભગાડી મુકવામાં મદદ કરી હતી. જેના કારણે અમેરિકાના સેનિકોને લાદેનને પકડી પાડવામાં ૦ વર્ષનો સમય લાગી ગયો હતો.
બીજી બે 2011ના દિવસે અમેરિકી નેવી સિલ કમાન્ડોએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. મસુદ હવે વૈશ્વિક ત્રાસવાદી બની ચુક્યો છે અને વૈશ્વિક ખતરા રૂપે છે તે બાબત આનાથી સાબિત થાય છે.એમ કહેવામાં આવે છે કે જે દિવસે મસુદ અઝહરને છોડી મુકવામાં આવ્યો હતો તે દિવસે લાદેને તેના માટે રાત્રે પાર્ટી આપી હતી.