કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યાં છે કે તેઓ સીબીઆઇ, ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો ઉપયોગ વિરોધીઓ સામે કરી રહ્યાં છે,
CBI-ED-IT દેશની આ મહત્વની ત્રણ એજન્સીઓ હવે ભાજપ માટે ત્રિશુલ બની ગઇ છે, તેનો ઉપયોગ રાજકારણીઓને દબાવવા માટે થઇ રહ્યો છે. ગૌહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં રમેશે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહને વિરોધીઓ સામે નવું શસ્ત્ર ત્રિશુલ મળી ગયું છે.
થોડા દિવસ પહેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઇ અને ઇડીએ ધરપકડક કરી છે, બાદમાં એનસીપી સુપ્રીમો શરદ પવારને પણ ઇડીએ સમન્સ પાઠવ્યું હતુ, તેમની જ પાર્ટીના પ્રફુલ પટેલ સામે સીબીઆઇ અને ઇડીએ સકંજો કસ્યો છે,
ઉપરાંત સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઇડી, સીબીઆઇ અને આઇટીના સકંજામાં છે, જેને લઇને હવે કોંગ્રેસે મોદી સરકારને નિશાને લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.