દંતેવાડા: દંતેવાડામાં નક્સલીઓએ મોટી ઘટનાને અંજામ આપીને Railway ટ્રેકને ઉખેડી નાખ્યો છે, જેના કારણે માલગાડીના એન્જિન અને આઠ ડબ્બા ખડી પડ્યા હતા. આ અંગે આ અંગે હજુ સુધી કોઈ વિશેષ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.
નક્સલીઓના ગઢ સમાન વિસ્તાર એવા છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં નક્સલીઓએ ભાંસી અને કમાલુર વિસ્તારમાં આવેલા એક રેલ્વે બ્રિજ પાસેના Railway ટ્રેકને ઉખેડી નાખ્યો હતો.
જેના લીધે આ ટ્રેક પરથી પસાર થઈ રહેલી એક માલગાડીના એન્જિન અને આઠ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. એટલું જ નહિ, નક્સલીઓ માલગાડીના એન્જિન ડ્રાઈવર અને તેના ગાર્ડ પાસે રહેલા વોકી ટોકીને લૂંટીને નાસી ગયા હતા.
આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.