દિલ્હી,
ભારતમાં પંજાબ નેશનલ બેંકનું 13 હજાર કરોડ રૂપિયાનું સ્કેમ કરી યુકે ભાગી જનારા નીરવ મોદી પર ગાળીયો કસવાનું શરૂ થયું છે.નીરવ મોદી પર થયેલાં કેસની તપાસ કરી રહેલી નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ સ્વીત્ઝરલેન્ડની બેંકમાં સીઝ કર્યા છે.
ભારતમાં CBI અને ED નીરવ મોદીના બેંક ફ્રોડ કેસની તપાસ કરી રહ્યા છે.તપાસ એજન્સીઓએ નીરવ અને પુર્વીના જે ખાતાઓ જપ્ત કર્યા છે તેમાં અંદાજે 283.16 કરોડ રૂપિયા હતા.ભારતની તપાસ એજન્સીઓ દ્રારા સ્વીત્ઝરલેન્ડની કોઇ બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરવાની રેર ઘટના છે.
આ મામલા અંગે સ્વિસ બેન્કે એક નોટિસ પણ જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ માંગણી કરતાં અમે નીરવ અને પૂર્વી મોદીના ચાર ખાતાઓને સીઝ કરી દીધા છે.
ઇડીના કહેવા પ્રમાણે તેમણે પીએમએલએ એક્ટ હેઠળ આ ખાતાઓને સીઝ કરવા માટેની કાર્યવાહી કરી છે.જે બેંકના ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ખાતાઓમાં ગેરકાયદેસર રીતે ભારતની બેંકોમાંથી નાણાંને ડિપોઝીટ કરવામાં આવ્યા હતા.
નીરવ મોદીની બહેન પુર્વી મોદી પણ આ કૌભાંડના કેસમાં આરોપી છે.ઇન્ટર પોલે પણ ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પુર્વી સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી છે.
નીરવ મોદી હાલ લંડનમાં છે અને પોલીસ કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચુક્યો છે, પરંતુ દર વખતે તેને નિષ્ફળતા મળી છે. લંડનની કોર્ટે દર વખતે તેની જામીન અરજીને ફગાવી દીધી છે.
ફેબ્રુઆરી 2018માં જ્યારે PNB કૌભાંડ સામે આવ્યું હતું,ત્યારથી નીરવ મોદી ફરાર છે અને એજન્સીઓ તેની શોધખોળ કરી રહી છે. ત્યારથી માંડી અત્યાર સુધી નીરવ મોદીની કરોડોની સંપત્તિ જપ્ત કરી દેવાઈ છે. આ જ વર્ષે 19 માર્ચે નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જ ભારતીય એજન્સીઓ તેને ભારત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને બ્રિટેન સાથે તેના પ્રત્યાપર્ણની વાત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન