ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેકટર KUNDAN SHAH નું હાર્ટ એટેકના લીધે 69 વયે નિધન થયું છે. મળેલ માહિતી પ્રમાણે ડાયરેકટર કુંદન શાહે તેમનો છેલ્લો શ્વાસ શનિવારે મુંબઈમાંં લીધો હતો. મહત્વનું છે કે DIRECTOR કુંદન શાહે બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર કહિ શકાય તેવી જાને ભી દો યારો અને કભી હા કભી ના જેવી ફિલ્મોને ડાયરેકટ કરી હતી. આ ઉપરાંત કુંદન શાહે ઘણી ફિલ્મો ડાયરેકટ કરી હતી પણ આમાંથી 1983માં આવેલી ફિલ્મ જાને ભી દો યારોથી કુંદન શાહને ખ્યાતી મળી હતી.
કુંદન શાહે ફિલ્મ સાથે ટીવી શ્રેણીઓ જેવી કે નુક્કડ, યે જો હૈ જિંદગી અને વાગલે કિ દુનિયા જેવી ટીવી શ્રેણીઓને ડાયરેકટ કરી હતી. ડાયરેકટર કુંદન શાહના નિધનને લઈને ફિલ્મ જગતમાંંથી સોશીયલ મીડિયા પર માહિતી મળી રહિ છે.