Not Set/ મોદી સરકારના આ મંત્રી શું બોલી ગયા: નીતિશ કુમાર સીએમ પદ છોડી શકે છે

દિલ્હી બિહારમાં સીએમ નીતિશ કુમારના પદ છોડવાની ચર્ચાઓ પર રાજકારણ ગરમાયુ છે.બીજી તરફ નીતિશ કુમારે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે જેના કારણે તેમના ચૂંટણી પાર્ટનર ભાજપની પરંપરાગત સવર્ણોની વોટબેંક પર અસર પડે. નીતિશ કુમાર સીએમ પદ છોડી શકે છે :  કેન્દ્રીય મંત્રી બિહારમાં સૌથી મોટું પદ જલ્દીથી ખાલી થવાનું છે અને તેના માટે નવા ઉમેદવારની […]

Top Stories India
nitish kumar મોદી સરકારના આ મંત્રી શું બોલી ગયા: નીતિશ કુમાર સીએમ પદ છોડી શકે છે

દિલ્હી

બિહારમાં સીએમ નીતિશ કુમારના પદ છોડવાની ચર્ચાઓ પર રાજકારણ ગરમાયુ છે.બીજી તરફ નીતિશ કુમારે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે જેના કારણે તેમના ચૂંટણી પાર્ટનર ભાજપની પરંપરાગત સવર્ણોની વોટબેંક પર અસર પડે.

નીતિશ કુમાર સીએમ પદ છોડી શકે છે :  કેન્દ્રીય મંત્રી

બિહારમાં સૌથી મોટું પદ જલ્દીથી ખાલી થવાનું છે અને તેના માટે નવા ઉમેદવારની જરૂરત પડશે. કેન્દ્રિય મંત્રી અને રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ બુધવારે તેનો ઈશારો કર્યો હતો. તેમને કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે સત્તામાં પોતાના છેલ્લા લાસ્ટ સ્ટેજ પર છે. ઉપેન્દ્ર કુશવાહાએ દાવો કર્યો કે, નીતિશ કુમારની હવે સત્તાની ઈચ્છા પુરી થઇ ચૂકી છે અને હવે તે આવનારા સમયમાં મુખ્યમંત્રી પદ છોડવા માંગે છે.

ઉપેન્દ્ર કુશવાહાએ દાવો કર્યો છે કે, 15 વર્ષ મુખ્યમંત્રી રહ્યા બાદ હવે કેટલા દિવસ રહેશે, અને આ સ્થાન ખાલી થવાનું છે. કુશવાહાએ બુધવારે પટનામાં પોતાની પાર્ટીના કાર્યક્રમમાં એવું પણ કહ્યું કે, નીતિશ કુમારના મનની ઈચ્છા પુરી થઇ ગઇ છે. સત્તાથી તેમનું મન ભરાઇ ગયું છે અને કોઇ વ્યક્તિને તેની ઇચ્છાથી વિપરિત ખુરશી પર રાખી શકાય નહીં.

SC ST ને અનામત પુરી કરવાની કોઇનામાં તાકાત નથી: નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યુ કે દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસસી/એસટી) માટે અનામતની જોગવાઈઓ સમાપ્ત કરવાની કોઈનામાં તાકાત નથી. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે બિહારના ગયામાં પાર્ટીના દલિત-મહાદલિત કાર્યકર્તા સંમેલનમાં જણાવ્યુ કે, અમારી કટિબદ્ધતા ન્યાય સાથે વિકાસ પ્રત્યેની છે. ન્યાય સાથે વિકાસનો મતલબ સમાજના દરેક વિભાગ અને દરેક ક્ષેત્રનો વિકાસ છે.

નીતિશકુમારે જણાવ્યુ કે, આ દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની જાગવાઈઓને સમાપ્ત કરવાની કોઈનામાં તાકાત નથી. તેમણે જણાવ્યુ કે, આ માટે તે કોઈપણ પ્રકારની કુરબાની આપવા માટે તૈયાર છે.  નીતિશ કુમારે જણાવ્યુ કે, લોકો કામ કર્યા વગર અને સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠા રાખ્યા સિવાય રાજકારણમાં આવી જાય છે અને તાકાત મળ્યા બાદ તેનો દુરુપયોગ કરે છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યુ કે, કેટલાક લોકો સમાજમાં ભ્રમ અને વિવાદ ઉભો કરવા માંગે છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી, જેનો બંધારણીય સભાએ સ્વીકાર કર્યો.  અનામત નહીં મળે તો હાંશિયે ધકેલાયેલા લોકો મુખ્ય ધારામાં કેવી રીતે આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, જ્યાં સુધી પછાતવર્ગોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી સમાજ,રાજ્ય અને દેશનો વિકાસ પણ ન થઈ શકે.