અમદાવાદ: ગોવા BJP ની વેબટાઇટ પર ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોવા બીજેપીની વેબસાઇટ ખોલતાની સાથે જ સામે ‘પાકિસ્તાન’ લખેલું જોવા મળ્યું હતું. બાદમાં તેની નીચે હેક્ડ અને ‘પાકિસ્તાન જિંદાબાદ’ લખેલું હતું. જો કે પાર્ટી કાર્યકર્તા દ્વારા વેબસાઈટને રિ-સ્ટોર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
હેકરે ગોવા બીજેપીની વેબસાઇટને માત્ર હેક જ નહોતું કર્યું, આ સાથે પોતાનું ઇમેઇલ આઇડી પણ આપ્યું હતું. ધ ક્વિટના રિપોર્ટ પ્રમાણે ગોવા બીજેપીની વેબસાઈટ હેક કરનાર હેકરનું નામ મોહમ્મદ બિલાલ છે. આ હેકરે પોતાનું ઇ-મેઇલ આઇડી આપ્યું છે, મતલબ કે સાંકેતિક ભાષામાં તેનો અર્થ એ થાય છે કે, ‘તમારામાં તાકાત હોય તો મને પકડી બતાવો.’ આ હેકરે જે પોતાનું ઈ-મેઈલ આઇડી આપ્યું છે તે catch.if.you.can@hotmail.com છે.
ભારતમાં આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ પણ ભારતમાં કેટલીક વેબસાઇટ હેકર્સનો શિકાર થઇ ચૂકી છે. જેમ કે, જમ્મુ કાશ્મીર ભાજપની વેબસાઇટ પણ ગત એપ્રિલમાં હેક થઇ ચૂકી છે. તે સમયે તે હેકર દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે, ‘કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલે તેના પરિવારને ન્યાય મળે.’
અજાણ્યા હેકર દ્વારા ગોવા ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઈટને હેકર દ્વારા હેક કરવામાં આવી છે. જેને પુન: સ્થાપિત કરવા માટે ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેકર દ્વારા હેક કરાયેલી આ વેબસાઈટને BJP ના આઈટી સેલના કાર્યકર્તાઓ કેટલી ઝડપથી પુન: સ્થાપિત કરી શકે છે તે તો સમય જ બતાવશે. એટલું જ નહિ, ગોવામાં રહેલી ભાજપ સરકાર આ હેકરે આપેલા પડકારને સ્વિકારીને તેને પકડી શકે છે કે નહિ? તે પણ જોવું રહ્યું.