અલાહાબાદ: ભાજપ કુંભના બહાને મિશન-૨૦૧૯ને જીતવા માટેની કવાયતમાં જોડાઈ ગયુ છે. જેના ભાગરૂપે BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સંગમ નગરી અલાહાબાદના પ્રવાસે પહોંચી ગયા છે. અમિત શાહ કુંભના મેળાને લઈને સાધુ-સંતોની સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત રામ મંદિરના મુદ્દા અંગે પણ સંતોની સાથે ચર્ચા કરવામાં આવી હતી તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જાન્યુઆરી, ૨૦૧૯માં અલાહાબાદના સંગમ ઘાટ પર યોજાનાર કુંભના મેળો સકુશળ રીતે પૂર્ણ થાય તે માટે આજે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. શાહે અખાડા પરિષદના લોકોની સાથે પણ મુલાકાત કરીને વિચાર-વિમર્શ પણ કર્યો હતો.
હકીકતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ વાત ખૂબ સારી રીતે જાણે છે કે, કુંભના મેળા દ્વારા દેશમાં હિન્દુત્વની હવાને વધુ સારી રીતે પ્રસરાવી શકાય છે. આ જ કારણ છે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ દેશના તમામ ગામોને કુંભમાં આવવા માટે આમંત્રણ પત્ર મોકલી રહ્યા છે.
યુપીના રાજકીય ‘કુંભ’ની અગાઉ અલાહાબાદમાં યોજાનાર આ ‘મહાકુંભ-૨૦૧૯’ની એક નવી તસ્વીર અને દિશા નક્કી કરશે. તેને ધ્યાનમાં રાખીને ભાજપના અધ્યક્ષની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાઘમ્બરી મઠમાં સંતોની સાથેની તેમની બેઠક કરી હતી અને ‘હિન્દુત્વ’નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
શાહ અખાડા પરિષદની સાથે પણ ચર્ચા કરી હતી. આ વાતચીતમાં સાધુ-સંતો રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અત્રે જણાવવું જરૂરી છે કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી અલાહાબાદનું નામ પ્રયાગરાજ કરવા અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સીએમ યોગી આદિત્યનાથની સાથે ચર્ચા કરી ચૂક્યા છે.
અમિત શાહ અલાહાબાદના બમરૌલી એરપોર્ટ પહોંચ્યા પછી સીધા જૂના અખાડા મૌજગિરી આશ્રમ પહોંચ્યા હતા. અને તેમણે યોગ સિદ્ધિ ધ્યાન કેન્દ્રનું શિલાન્યાસ કર્યું હતું. આ પછી અહીંથી નીકળીને તેઓ સીધા સંગમ પાસે સૂતેલાં હનુમાન મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘કુંભ મેળા’ના નિર્વિઘ્ને સપૂર્ણ થાય તે માટે અમિત શાહે પૂજા અર્ચના કરી હતી.
બજરંગ બલીની ઉપાસના કર્યા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે ‘માં ગંગા’ની પૂજા કરીને કુંભ મેળો સકુશળ રીતે પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી.
બજરંગ બલી અને માં ગંગાની પૂજા કર્યા પછી તેઓ વાઘમ્બરી મઠ ગયા હતા. જ્યાં તેઓ સાધુ-સંતોની સાથે ‘કુંભ’ને લઈને બેઠક કરી હતી. કુંભની ચર્ચા પછી તેઓ સાધુ-સંતોની સાથે જ ભોજન કર્યું હતું. આ પછી બીજેપી અધ્યક્ષ બપોરે પોણા બે કલાકે વાઘમ્બરી મઠથી સીધા બમરૌલી એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી પરત દિલ્હી જવા રવાના થયા હતા.