દિલ્હી: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પડી જવાના મામલે નિવેદન આપ્યું છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, ૧૫ વર્ષો પછી, વિપક્ષી દળો દ્વારા પહેલી વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ અમે જાણતા હતા કે, તેમની પાસે બહુમત છે, આ બહુમતની વિરુદ્ધ નૈતિકતાનો પ્રસ્તાવ હતો.
https://twitter.com/ANI/status/1020585899313201153
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દેશમાં વધતી જતી મોબ લિચિંગની ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ આ મામલે યોગ્ય કાયદો લાવવાનો નિર્દેશ કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, એસસી/એસટી, અલ્પસંખ્યક, મહિલાઓની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નાયડુએ કહ્યું હતું કે, ટોળાશાહી હિંસાને રોકવા માટે નવો અધિનિયમ લાવવો જોઈએ, આ માટે સરેક રાજ્ય સરકારોએ જિદ્દ કરવી જોઈએ.
https://twitter.com/ANI/status/1020600397143175169
સીએમ ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, હું દિલ્હી આવીને દેશને બતાવીશ કે અમારા રાજ્યમાં શું થઈ રહ્યું છે? ભાજપના કારણે રાજ્યની પાંચ કરોડ લોકોની ભાવનાઓ ઘવાઈ છે.