Not Set/ મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

પીએમ મોદી દીનદયાળ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે મોદીએ કહ્યું કે કાશીનો મૂડ દરેક દેશમાં જોવામાં આવી રહ્યો હતો. કાશીએ સમગ્ર વિશ્વને બ્રહ્માંડ બતાવ્યું.હું 19 એ મતદાનના દિવસે અહીં આવ્યો નહતો. મને લાગ્યું કે કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કે શાયદ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાને બદલે હું કેદારનાથ બાબાની પાસે ગયો. વારાણસીમાં […]

Top Stories India
trgt 7 મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

પીએમ મોદી દીનદયાળ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે મોદીએ કહ્યું કે કાશીનો મૂડ દરેક દેશમાં જોવામાં આવી રહ્યો હતો. કાશીએ સમગ્ર વિશ્વને બ્રહ્માંડ બતાવ્યું.હું 19 એ મતદાનના દિવસે અહીં આવ્યો નહતો. મને લાગ્યું કે કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કે શાયદ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાને બદલે હું કેદારનાથ બાબાની પાસે ગયો.

69514807 મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

વારાણસીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે અહિયાંની જનતા ભાગ્યશાળી છે કેમકે મોદી અહિયાંના જનપ્રતિનિધિ છે, તેમનો લક્ષ્ય અહિયાંનો વિકાસ કરવાનો છે.હું ભાજપ તરફથી કાશી, ઉત્તર પ્રદેશ, તેના બધા મતદારો અને કાર્યકરોને હાથ જોડીને પ્રણામ કરવા આવ્યો છું.

69514546 મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

દીનદયાળ હસ્તકલા સંકુલમાં તેમના સંબોધન દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, હું કાશીમાં વડાપ્રધાન મોદીને અભિનંદન કરું છું. કાશીની આ ધરતી પર હું મહાનાયકનું સ્વાગત કરું છું. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ બધી યોજનાઓ કોઈપણ ભેદભાવ વિના દરેક યોજનાઓ પર કામ કરવામાં આવશે. આ જ કારણ છે કે લોકો જાતિથી ઉભા થઇને લોકોએ મોદીજી માટે મતદાન કર્યું છે.કાશી આજે અભિભૂત છે. તેના પુત્ર અને મહાનાયકની યાત્રાને આગળ લઈ જવાને લઈને.

69514445 મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

દીનદયાળ હસ્તકલા સંકુલમાં પહોંચ્યા પર ભાજપના કાર્યકર્તાઓએ મોદી-મોદીના નારા લગાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના દીનદયાળ હસ્તકલા સંકુલ પહોંચ્યા. ટૂંક સમયમાં તેઓ ભાજપના કાર્યકરોને સંબોધશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી ભાજપના પ્રમુખ મહેન્દ્ર નાથ પાંડે સાથે જોવા મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ ત્યાંથી રવાના થઇ ચુક્યા છે. ટૂંક સમયમાં જ, વડાપ્રધાન મોદી વારાણસીના દીનદયાળ હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકરોને સંબોધશે.

69513526 મતદારોનો આભાર માનવા વારાણસી પહોંચ્યા મોદી,બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ

વડાપ્રધાન મોદીએ બાબા વિશ્વનાથની પૂજા અને રૂદ્રભિષેક કર્યો. તેમના સાથે પીએના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સાથે છે.

શપથ ગ્રહણ કર્યા પહેલાં બાબા વિશ્વનાથના શરણે પીએમ નરેન્દ્ર મોદી.

 

પોલીસ લાઇનથી કાશી વિશ્વનાથ મંદિર તરફ રવાના થયા પીએમ મોદી, રસ્તામાં જોવા મળી લોકોની ભરી ભીડ, હાથ હલાવીને પીએમ મોદીએ લોકોનું અભિનંદન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મળ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કાશી પહોંચ્યા છે. તેમના સ્વાગતમાં, સંપૂર્ણ બનારસને સજાવામાં આવ્યું છે. પીએમ મોદીના સ્વાગતમાં ઘણા કેન્દ્રીય મંત્રી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય ભાજપના પ્રમુખ અમિત શાહ પણ કાશીમાં હાજર છે.

જે બાદ પીએમ બડા લાલપુર સ્થિત પંડિત દિનદયાળ હસ્તકળા સંકુલમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપને જીત અપાવનાર કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર પ્રગટ કરશે.

મોદીના આગમનને લઈને છતો પરથ પુષ્પવર્ષાની પણ તૈયારી કરવામાં આવી છે.આખા શહેરમાં સાફસફાઈ અને રંગ રોગાન કરવામાં આવ્યા છે. મોદી રોડ શો દ્વારા લોકોનું અભિવાદન કરશે.રોડ શો બાદ મોદી વારાણસીની જનતાને પણ સંબોધશે. તે બાદ બૂથ અધ્યક્ષ સવારે દસ વાગ્યા સુધીમાં સંકુલ પહોંચશે. અહીં કાર્યકર્તાઓને મળ્યા પછી વડાપ્રધાન નવી દિલ્હી પરત ફરશે.

આ પહેલા રવિવારે સીએમ યોગી આદિત્ય્યથ અહીં અધિકારીઓ સાથે બેઠક કરીને પીએમની આવનારી તૈયારી ઉપરાંત વિકાસના કર્યોની સમીક્ષા કરવામાં આવી છે.

પ્રશાસન અને પાર્ટી તરફથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદીની સંપૂર્ણ કાર્યક્રમ આશરે ત્રણ કલાકનો હશે. વડાપ્રધાન બાબતપુર એરપોર્ટથી હેલિકોપ્ટરથી પોલીસ લાઇન જશે.

અહીંથી તેઓ કાશી વિશ્વનાથ મંદિર જશે. દરેક જગ્યાએ પીએમના સ્વાગતની તૈયારી કરવામાં અવી છે. સંપૂર્ણ રસ્તા પર ધ્વજ,બેનર લગાવામાં આવ્યા છે.