Not Set/ PUBG ગેમ રમવામાં મશગૂલ થયેલ યુવક પાણીની જગ્યાએ પી ગયો એસિડ

ભોપાલ, PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના મધ્ય પ્રદેશના ભોપાલની સામે આવી છે. અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. સમય રહેતા તેનો પારિવાજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેનો જીવ બચવામાં આવ્યો. મીડિયા અહેવાલો અનુસાર, […]

Top Stories India
ree 2 PUBG ગેમ રમવામાં મશગૂલ થયેલ યુવક પાણીની જગ્યાએ પી ગયો એસિડ

ભોપાલ,

PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક ઘટના મધ્ય પ્રદેશના ભોપાલની સામે આવી છે. અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. સમય રહેતા તેનો પારિવાજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેનો જીવ બચવામાં આવ્યો.

મીડિયા અહેવાલો અનુસાર, યુવક મૂલત: છિંદવાડાથી છે અને હવે તે ભોપાલમાં રહે છે. હાલમાં, તેની સ્થિતિ સારી છે. યુવકની સારવાર કરનાર ડો. મનન ગોગિયાએ જણાવ્યું હતું કે 25 વર્ષનો યુવક  ઘરના આંગણામાં PUBG ગેમ રમી રહ્યો હતો. તે ગેમમાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું.

જેના કારણે તેના આંતરડા બાળી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર ગોગિયાએ કહ્યું હતું કે એસિડ પીવાને લીધે, તેના પેટમાં અલ્સર થઇ ગયું છે અને આંતરડા ચોંટી ગયાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતને નાગપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેમની સ્થિતિ જોખમની બહાર કહેવામાં આવી રહી છે.

ઈલાજ દરમિયાન પણ રમી રહ્યો PUBG…

ડોક્ટર મનન ગોગિયાએ કહ્યું કે આશ્ચર્યજનક બાબત એ છે કે આ બનાવ પછી પણ યુવકે સબક શ્ખ્યો નથી. તેણે સારવાર દરમિયાન પણ PUBG રમવાનું ચાલુ રાખ્યું. તેને ગેમ રમવાની ખરાબ ગત લાગી છે. તેને સમજવામાં આવ્યો છતાં તે માન્યો નહીં.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં PUBG બેન કરવાની માંગ…

તમિલનાડુ પછી, પબજી ગેમને મધ્યપ્રદેશમાં બેન કરવાની માંગ વધી છે. મંડસૌરથી ભાજપના ધારાસભ્ય, યશપાલ સિસોદિયાએ મધ્યપ્રદેશ વિધાનસભાની બજેટ સત્રના છેલ્લા દિવસે સદનમાં પબજી ગેમને બેન કરવાની માંગ કરી હતી. તેઓએ કહ્યું કે પબજી પે બેન મૂકવો જોઇએ. કારણ કે અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યાં છે, તેમની પરીક્ષાઓ આવી રહી છે.

સિસોદિયાનું કહ્યું એ પણ હતું કે પબજી ગેમથી બાળકો હિંસક થઇ રહ્યા છે. તેમના પાસેથી સતત અભિભાવકોની આવી ફરિયાદો પણ આવી રહી છે. બાળકોની હિંસા પાછળ મુખ્ય કારણ એ છે કે આ ગેમમાં હથિયારોનું હોવું છે. જેના કારણે આને રમનારા બાળકો હિંસક થઇ રહ્યા છે.