પુલવામા,
14મી ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સોમવારે સવારથી શરૂ કરવામાં આવેલ આ એન્કાઉન્ટરમાં આર્મીના મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે.
જે વિસ્તારમાં આતંકીઓને ઘેરવામાં આવ્યા છે તે જૈશ-એ-મોહમ્મદના જ છે. આ તમામ આદિલ અહમદ ડારના સાથીઓ અને સંબંધીઓ હોવાની આશંકા છે. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે. આ અથડામણમાં ચારેય બાજુથી આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. વહેલી સવારથી ચાલતા એન્કાઉન્ટરમાં ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પુલવામા જિલ્લામાં હાલ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
સોમવારે વહેલી સવારથી પુલવામામા આતંકીઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સુરક્ષાદળો સાથે સામ સામાં ગોળીબાર શરૂ થયા હતા.આ એન્કાઉન્ટરમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા હતા.
પુલવામાંના પીંગલાન વિસ્તારોમાં 2 કે 3 આતંકીઓ છુપાયા હોવાની વિગતો મળતા સુરક્ષાદળોએ સોમવારે વહેલી પરોઢથી ઓપરેશન શરૂ કર્યું હતું.સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ સાથે 3 કલાક જેટલી લડાઈ ચાલી હતી.
એવુ કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ જે આતંકીઓને ઘેર્યા એ જૈશે મોહમ્મદ ગ્રુપના હતા.
એન્કાઉન્ટર બંધ થયા બાદ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.પુલવામામા ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે.